દેશભરમાં ઇન્કમ ટેક્સ ના 82% થી વધુ કેસો પેન્ડિંગ!!! 31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ આ કેસો પૂરા કરવાની…

તા. 14.11.2019: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કોમ્પ્યુટર વડે પસંદ પામેલા કેસોમાં હાલ મુખ્યત્વે નાણાકીય વર્ષ 2016 17 તથા 2011 12 ની આકારણી તથા ફેર આકારણી ની કાર્યવાહી ચાલી રહી છે. નોટ બાંધી દરમ્યાન મોટી રકમ જમા કરાવનાર કરદાતા ના કેસોનો પણ સમાવેશ આ કેસો માં થાય છે. આ કેસો નો નિકાલ 31 ડિસેમ્બર સુધી માં કરવાનો રહે છે. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સમગ્ર દેશ માં કુલ 3,19,027 કેસોની આકારણી માટે પસંદગી કરવામાં આવેલ છે. તારીખ 06 નવેમ્બર 2019 ના રોજ આ કેસો માથી હજુ 2,61,712 કેસો નો નિકાલ કરવાનો હજુ બાકી છે. મોટાભાગ ના કેસો માં કાર્યવાહી ની શરૂવાત સપ્ટેમ્બર 2018 થી થયેલ હોય છે. આમ, 13 મહિના માં માત્ર 18% કેસો નો નિકાલ શક્ય બન્યો છે. 82% જેટલો કેસો નો નિકાલ હવે 2 માહિનામાં કરવાનો રહે છે. આ લગભગ અશક્ય છે. આમ ઉતાવળ કરવા જતાં કુદરતી ન્યાય ની અવગણના કરવામાં આવે તથા આડેધડ એક તરફી આદેશો કરવામાં આવશે તેવી ભીતિ કરદાતાઓમાં તથા કરવ્યવસાયિકો માં વ્યાપી રહી છે. આ આકારણી  ની મુદત માં CBDT સમયસર વધારો કરે તેવી માંગ કરદાતાઓ માં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!