ઉના ગિર ગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશન નું દિવાળી ગેટ ટુ ગેધર યોજાયું. શૈક્ષણિક વર્ષ 2019 20 માટે મુકેશભાઈ જોશી ની પ્રમુખ તરીકે વરણી

તા. 17.11.2019: ઉના ગિર ગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો નું દિવાળી ગેટ ટુ ગેધર નો કાર્યક્રમ હોટલ હરભોલે ખાતે તા. 16 નવેમ્બર 2019 ના રોજ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઉના તથા ગિરગઢડા તાલુકા ની મોટાભાગ ની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ના પ્રતિનિધિઓ સહપરિવાર હાજર રહ્યા હતા. આ મિટીંગમાં શૈક્ષણિક વર્ષ 2019 20 માટે મુકેશભાઈ જોશી ની એશોશીએશનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ દ્વારા કારોબારી ની નિમણૂક કરવામાં આવશે. દિવાળી ગેટ ટુ ગેધર નું આયોજન શ્રુતિ વિદ્યાલય ના યજમાન પદે કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!