આજે 3B (માસિક રિટર્ન) ભરવા નો છેલ્લો દિવસ. સાઇટ ની મુશ્કેલીઓ યથાવત:

તા. 20.11.2019: આજે ઓક્ટોબર માસ ના 3B રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. ફરી તારીખ 19 ના રોજ GST પોર્ટલ ઉપર રિટર્ન ભરવામાં મુશ્કેલી નો સામનો કરદાતાઓ તથા કરવ્યવસાયિકો એ કર્યો હતો. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. પોર્ટલ અંગે ની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં ઉઠી છે. આ મુશ્કેલી નો કોઈ અંત નજીક માં આવે તેવું જણાતું નથી. આવા સંજોગોમાં કરદાતાઓ એ રિટર્ન નિયત સમય થી પહેલા ભરવા જરૂરી બની જાય છે. 19 તથા 20 તારીખે પોર્ટલ ઉપર કામગીરી લગભગ અશક્ય બની જતી હોય છે. હવે પોર્ટલ ઉપર 20 તારીખે રિટર્ન ભરી શકાશે નહીં પરંતુ લેઇટ ફી લગાડવા માં પોર્ટલ ના “પરફેકશન” ના વખાણ કરવા પડે!!! બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે