જૂનાગઢ ના વેપારીઓ દ્વારા વકીલો / ટેક્સ કન્સલ્ટન્ટ્સ ને GST ઓડિટ ની સત્તા આપવા બાબત વડાપ્રધાનશ્રી ને ટપાલો લખવામાં આવી

જૂનાગઢ, તા: ૨૪.૧૨.૨૦૧૮: જૂનાગઢના વેપારીઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, GST કાયદા હેઠળના ઓડિટ ફરજીયાત CA પાસે જ કરાવવાની જોગવાઇના વિરુદ્ધમાં, અને તે ઓડિટ, જુના વેટ ના કાયદા મુજબ જ પોતાનાં વકીલ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કરાવી શકાય તેવી જોગવાઈ ની માંગણી કરતા, આશરે અગીયારસો પોસ્ટ કાર્ડ લખીને મોકલ્યા છે. આ પોસ્ટકાર્ડ માં એમ પણ માંગણી કરવામાં આવેલ છે કે GST પોર્ટલ માં રહેલ ખામીઓ જલ્દી થી જલ્દી દુર કરવામાં આવે. આ પોસ્ટકાર્ડ ઝુંબેશ સમગ્ર ભારત માં નેશનલ એકશન કમિટી ઓફ GST પ્રોફેશનલ્સ ને ટેકો આપવા કરવામાં આવેલ છે. જૂનાગઢ ના NAC ના જિલ્લા પ્રભારી રજનીકાંત ક્લારિયા એ વેપારીઓ નો ખાસ આભાર માન્યો હતો. પ્રેસ રિપોર્ટર પ્રતીક મિશ્રાણી – ટેક્સ એડવોકેટ જૂનાગઢ

You may have missed

error: Content is protected !!