GST કાયદા ની આ છે કમાલ!!વહેલા ભરે રિટર્ન એ ભરે લેઈટ ફી!! મોડા ભરે તેની થાય લેઈટ ફી માફ!! સરકાર એ નવેમ્બર સુધીમાં 1695 કરોડ થી વધુ રકમ લેઇટ ફી ના નામે વેપારીઓ પાસેથી ખંખેરી!!

તા. ૦૩-૦૧-૨૦૧૯ .

વિશ્વસનીય સુત્રો ની માહિતી પ્રમાણે ૧૫-૧૧-૨૦૧૮ ના રોજ સરકાર ને કરવામાં આવેલ RTI અરજી ની અંદર મળેલ માહિતી મુજબ તા.૦૧-૦૭-૨૦૧૭ થી ૩૦-૧૦-૨૦૧૮ સુધી ના સમય ગાળા દરમ્યાન એટલે કે ૧૬ માસ દરમ્યાન રૂ|. ૧૬૯૫.૯૯/- કરોડ જેટલી માતબર રકમ Late-Fee સ્વરૂપે લેવામાં અવેલ છે. late-fee એટલે કે GST માં નિર્ધારિત સમય પછી પત્રકો ભરવાનો એક સારા નામ થી લેવાતો દંડ!

સરકાર શ્રી દ્વારા તા. ૩૧-૧૨-૨૦૧૮ ના રોજ ૭૬/૨૦૧૮ નંબર ના નોટીફીકેસન મારફત જે વ્યાપારી પોતાના જુલાઇ 17 થી સપ્ટેમ્બર 18 સુધી ના જુના કોઈ પત્રકો તા. ૨૨-૧૨-૨૦૧૮ થી ૩૧-૦૩-૨૦૧૯ સુધી માં ભરી આપશે , એવા વ્યાપારીને Late-Fee ભરવા માંથી મુક્તિ આપવામાં આવેલ છે. પરંતુ આજ સમય ગાળા માટે ના રિટર્ન જે વેપારીઓ એ અગાઉ ભરી આપેલ છે તેઓએ આ જ રિટર્ન માટે મોટી લેઇ લેઈટ ફી ભરી આપેલ છે. તો ટેક્ષ ટુડે ના માધ્યમ થી વ્યાપારી સરકાર પાસે થી જાણવા માંગે છે કે, જે ૧૬૯૫.૯૯ કરોડ ૩૧-૧૦-૨૦૧૮ સુધી માં સરકાર શ્રી અ વસુલ કરેલ છે, તે વ્યાપારી ને પરત ક્યારે મળશે? ટેક્સ ટુડે સરકાર ના લેઈટ ફી વેવ કરવાના નિર્ણય ની ખરેખર સરાહના કરે છે સાથો સાથ એ અપીલ કરે છે કે 22 ડિસેમ્બર સુધીમાં પણ જેમને જુલાઇ 17 થી સપ્ટેમ્બર માહિનાના રિટર્ન માં લેઇટ ફી ભરી હોય તે વેપારીને પરત કરી આપવામાં આવે.

પ્રતિક મિશ્રાણી ( ટેક્ષ એડવોકેટ – જુનાગઢ) પ્રેસ-રિપોર્ટર ટેક્ષ ટુડે – ઉના

You may have missed

error: Content is protected !!