અંધશ્રદ્ધા ને નાબૂદ કરવા ના ઉમદા હેતુ થી ઇનકમ ટેક્સ અધિકારી બન્યા અભિનેતા !!!!!

Spread the love
Reading Time: < 1 minute

તા: 22.12.2108, ઉના:  વિજ્ઞાન અને સત્ય પર આધારિત ગુજરાતી શોર્ટ ફિલ્મ “ભાગ્ય આત્મા દહન” નો શુક્રવાર ના રોજ સાંજે 5 કલાકે એગ્રીકલ્ચર હૉલ જુનાગઢ ખાતે પ્રીમીયર શો રાખવામા આવ્યો હતો. આ શો માં જુનાગઢ ના પ્રતિષ્ઠિત એવા 500 થી વધુ લોકો એ આ ફિલ્મ નું પ્રીમીયર નિહાળ્યું હતું. આ ફિલ્મ દ્વારા શ્રધ્ધા નો સ્વીકાર કરવા સાથે તમામ પ્રકાર ની અંધશ્રદ્ધા થી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે. અંધશ્રદ્ધા નિવારણ માટે અભિયાન ચલાવતી સંસ્થા “22 પ્રતિભા અભિયાન” દ્વારા આ શોર્ટ ફિલ્મ બનાવવા માં આવી છે. પરિવાર સાથે ખાસ જોવા જેવી આ ફિલ્મ છે. આ ફિલ્મ માં જુનાગઢ ખાતે ના ઇનકમ ટેક્સ વિભાગ ના જોઇન્ટ કમિશનર શ્રી અરવિંદ સોનટકે મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત જુનાગઢ ના કલાકારો રવિ જોબનપુત્રા, માનસી કોટક, અશોક શ્રીમળી વગેરે એ મહત્વની ભૂમિકા નિભાવેલ છે. રાજકોટ ના કેયૂરભાઈ તથા કિશોરભાઇ દ્વારા આ ફિલ્મ ની સ્ક્રીપ્ટ લખવામાં આવેલ છે. નિહારિકાબેન રાવત તથા પ્રખ્યાત મિમિક્રી આર્ટિસ્ટ ઉમેશભાઈ નું પણ ઉમદા યોગદાન આ ફિલ્મ માટે રહેલ છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ જોઇન્ટ કમિશ્નર શ્રી સોનટકે ના વિવિધ સોશિયલ મીડિયા પર 25 લાખ જેટલા ફોલોઅર્સ છે. આ ફિલ્મ નું જૂનાગઢ ના મુખ્યત્વે 6 સ્થળો એ ફિલમાંકન કરવામાં આવ્યું છે. આ પ્રીમીયર શો બાદ આ ફિલ્મ જનજાગૃતિ અર્થે તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ના પ્રચાર-પ્રસાર અર્થે દેશ વિદેશ માં રજૂ કરવામાં આવશે. પોતાના ખૂબ વ્યસ્ત સમય માંથી સમય આપી આ પ્રકાર ની સામાજિક પ્રવૃતિમાં યોગદાન આપવા બદલ ટેક્સ ટુડે શ્રી અરવિંદ સોનટકે સાહેબ નો ખાસ આભાર પ્રકટ કરી આ પ્રકારની સામાજિક પ્રવૃતિઓ માં સમાજ ના તમામ નામી લોકો ને સામેલ થવા આહવાન કરે છે:    વિશેષ અહેવાલ: ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!