અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએશન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. ૦૫-૦૩-૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએસન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ યોજ્વામાં આવેલ.

આ ઓપન હાઉસ માં GST માં પડતી તકલીફો ના નિવારણ માટે ગુજરાત CGST ના ચીફ કમિશનર શ્રી અજયકુમાર જૈન , શ્રી અજયકુમાર સ્પેશિયલ  કમિશનર ઓફ ગુજરાત SGST , શ્રી કે.પદમાવતી એડીશનલ કમિશનર ઓફ CGST પોતાના ઓફિસર ની ટીમ સાથે હાજર રહી વકીલો તથા વેપારીઓ ની સમસ્યા ના નિવારણ નો સફળ પ્રયાસ કરેલ.આ ઓપન હાઉસ માં જુનાગઢ, ઉના, જેતપુર , જામનગર, રાજકોટ, મેહસાણા, બરોડા , અમદાવાદ વગેરે ના વકીલો હાજર રહેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ટેક્ષ એડવોકેટ એસોસીએસન ઓફ ગુજરાત (TAAG) ના પ્રેસિડેન્ટ એડવોકેટ શ્રી બકુલેશ પટેલ, સેક્રેટરી એડવોકેટ શ્રી સુનીલભાઈ કેશવાણી તેમજ  TAAG ના પાસ્ટ પ્રેસિડેન્ટ એડવોકેટ શ્રી વારીશભાઈ ઈશાની એ ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ નું સંચાલન વારીશ ઈશાની તથા હર્નિશ મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રેસ રેપોર્ટેર પ્રતિક મિશ્રાણી, ટેક્ષ એડવોકેટ જુનાગઢ

error: Content is protected !!
18108