આંગળી ઉંચી કરે…

Spread the love
Reading Time: < 1 minute
 • જેણે કર્યો હોય પ્રેમ એ આંગળી ઊંચી કરે,
  રાત દિવસ જોયા વિના જે જાગ્યા હોય
  એ આંગળી ઊંચી કરે,

 

 • દરેક કામ કર્યા પહેલા અને પૂરું થયા પછી તરત,
  એની સાથે વાત કરવા દોડ્યા હોય
  એ આંગળી ઊંચી કરે,

 

 • ભેટ માં દિલ ના આકારવાળી વસ્તુઓ શોધી હશે,
  આપી ને પછી ખૂબ ખુશ થયા હોય
  એ આંગળી ઊંચી કરે,

 

 • યુવાની માં બાળક ની જેમ મોઢું ચડાવ્યું હશે,
  એ મનાવે તો ખોટા ગુસ્સાથી ફરી રિસાયા હોય
  એ આંગળી ઊંચી કરે,
 •  

  એકાંત શોધવા માટે કલાકો ફર્યા હશે,
  પછી પાંચ મિનિટ વાત કરી છુટ્ટા પડ્યા હોય
  એ આંગળી ઊંચી કરે,

 •  

  એક નાનો એવો સ્પર્શ પણ પૂછી પૂછી ને કર્યો હશે,
  પછી કરીને એ યાદ આખી રાત જાગ્યા હોય
  એ આંગળી ઊંચી કરે,

 •  

  એને જોવા બાલ્કની બહાર મધરાતે ગયા હશે,
  મંદિર માં જઈ એને જ સાથી ફરી ફરી માંગ્યા હોય
  એ આંગળી ઊંચી કરે,

 •  

  એના અબોલે ખાવા અને પીવાનું છોડી દીધું હશે,
  પછી એક સોગંદ થી બધી વાતો જેણે માની હોય
  એ આંગળી ઊંચી કરે,

 •  

  ખાંસી આવે તો પીઠ પર એની હાથ ફેરવ્યો હશે,
  અને ઘરમાં જેણે સંતાડી ને એનો ફોટો રાખ્યો હોય
  એ આંગળી ઊંચી કરે,

 •  

  જેણે કર્યો હોય પ્રેમ એ આંગળી ઊંચી કરે….

  કાજલ શાહ

error: Content is protected !!