આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ માટે આઇટીઆર ફોર્મ ભરવા સંદર્ભે સ્પષ્ટતા
By પ્રશાંત દેશાવલ, એડવોકેટ
આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ ના ઇનકમ ટેક્ષ રિટર્ન ફોર્મસ ને નોટિફિકેશન નં G.S.R. 279(E) તારીખ ૧ એપ્રિલ ૨૦૧૯ દ્વારા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ, આ આઇટીઆર ફોર્મ ભરવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી અને તમામ આઇટીઆર ના ઇ-ફાયલિંગ માટેની સોફ્ટવેર યુટિલિટિ ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા હતા. આઇટીઆર ફોર્મની સૂચના પછી વિવિધ પ્રશ્નો ઊભા થવાં લાગ્યા છે જેના નિવારણ માટે નીચેની સ્પષ્ટતા જારી કરવામાં આવી છે.
પ્રશ્ન ૧. હું એક બિન-નિવાસી ભારતીય છું. મારો કરદાતા ઓળખ નંબર (TIN) મારા રહેઠાણ ના અધિકાર ક્ષેત્ર માં ફાળવેલ નથી. તો હું “RESIDENTIAL STATUS” ના કોલમ માં તે કેવી રીતે જાણ કરી શકું ?
જવાબ. આવા કેસ માં જેમાં કરદાતા ઓળખ નંબર (TIN) રહેઠાણ ના અધિકાર ક્ષેત્ર માં ફાળવેલ ના હોય તો, કરદાતા ઓળખ નંબર (TIN) ની જગ્યા એ પાસપોર્ટ નંબર “RESIDENTIAL STATUS” ના કોલમ માં નાખી શકાય. અને “JURISDICTION OF RESIDENCE” ના કોલમ માં તે પાસપોર્ટ ઇસ્યુ કરેલ દેશ નું નામ નાખવું.
પ્રશ્ન ૨. હું એક વિદેશી કંપની નો ડિરેક્ટર છું, જેની પાસે PAN નથી. તો હું “શું તમે અગાઉના વર્ષ દરમ્યાન કોઈપણ સમયે કંપની માં ડિરેક્ટર હતા ?” આં કોલમ માં કેવી રીતે જાણ કરી શકું ?
જવાબ. તમારે ડ્રોપ-ડાઉન માં “કંપની ના પ્રકાર” માં “વિદેશી કંપની” પસંદ કરવાની રહેશે. આવા કેસ માં PAN ફરજિયાત નથી હોતું. તેમ છતાં જો વિદેશી કંપની એ PAN આપેલું હોય તેવા કેસ માં PAN બતાવવું જોઈએ.
પ્રશ્ન ૩. તે વ્યક્તિ કે જે બિન-નિવાસી છે અથવા તો નિવાસી પરંતુ સામાન્ય રહેવાસી નથી તેને વિદેશી કંપની માં કરેલી ડિરેકટરશીપ ની વિગતો જાહેર કરવાની પણ જરૂર પડે છે જેની ભારતમાં કોઈ પણ જાત ની આવક ઉપાર્જિત અથવા તો ઉદભવિત થતી નથી ?
જવાબ. હા.
પ્રશ્ન ૪. મારી પાસે પાછલા વર્ષ દરમ્યાન લીધેલા એક કંપની ના શેર પડયા છે, જે ભારત બહાર માન્ય સ્ટોક એક્સ્ચેંજ ની યાદી માં જાહેર થયેલ છે. શું મારે “તમે પાછલા વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે અનલિસ્ટેડ ઇક્વિટિ શેર રાખ્યા છે કે કેમ ?” આ કોલમ માં વિગતોની જાણ કરવી જરૂરી છે ?
જવાબ. ના.
પ્રશ્ન ૫. મારી પાસે એક કંપની ના ઇક્વિટિ શેર પડયા છે જે શેરબજાર ના માન્યતાપત્ર માં લિસ્ટેડહતા, પરંતુ ત્યારબાદ અનલિસ્ટેડ થઈ ગયેલ છે. હું કેવી રીતે તે કંપની નું PAN “તમે પાછલા વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે અનલિસ્ટેડ ઇક્વિટિ શેર રાખ્યા છે કે કેમ ?” આ કોલમ માં વિગતોની જાણ કરવી ?
જવાબ. આવા કિસ્સાઓમાં, જો કંપનીનો PAN ઉપલબ્ધ હોય તો તે રજૂ કરવો જરૂરી છે. પરંતુ જો અનલિસ્ટેડ કંપની નો PAN મેળવી શકાતો ના હોય તો તમે PAN ની જગ્યા એ ડિફોલ્ટ મૂલ્ય “NNNNN0000N” દાખલ કરી શકો છો.
પ્રશ્ન ૬. જો અનલિસ્ટેડ ઇક્વિટિ શેર ગિફ્ટ, સંયોજન, મર્જર, ડિમર્જર અથવા બોનસ ઇસ્યુ વિગેરે ના માર્ગ દ્વારા હસ્તગત અથવા સ્થાનાંતરિત કરવામાં આવે તો, “સંપાદન કિમત” અને “વેચાણ કિમત” તેના સંબંધિત કોલમ માં કેવી રીતે જાણ કરવી ?
જવાબ. આવા કિસ્સાઓમાં તમે “સંપાદન કિમત” અથવા “વેચાણ કિમત” ની જગ્યા પર શૂન્ય અથવા યોગ્ય મૂલ્ય દાખલ કરી શકો છો. મહેરબાની કરીને નોંધ કરો કે આ વર્ષ દરમ્યાન અનલિસ્ટેડ ઇક્વિટિ શેરની વિગતો ફક્ત રેપોર્ટિંગ ના હેતુ માટે જરૂરી છે. આ કોલમ માં દાખલ થયેલ પારીમાણીય વિગતો કુલ આવક અથવા કર જવાબદારીની ગણતરીની હેતુ માટે સંબંધિત નથી.
પ્રશ્ન ૭. હું એક અનલિસ્ટેડ વિદેશી કંપની માં શેર ધરાવું છું જેની રચિત અહેવાલ છે શેડયુલ એફ.એ. શું મારે એ જ વસ્તુ “તમે પાછલા વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે અનલિસ્ટેડ ઇક્વિટિ શેર રાખ્યા છે કે કેમ ?” આ કોલમ માં વિગતોની જાણ કરવી જરૂરી છે ?
જવાબ. હા.
પ્રશ્ન ૮. પાછલા વર્ષ દરમ્યાન મે ઇક્વિટિ શેર સ્ટોક-ઇન-ટ્રેડ તરીકે રાખ્યા છે. શું મારે એ જ વસ્તુ “તમે પાછલા વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે અનલિસ્ટેડ ઇક્વિટિ શેર રાખ્યા છે કે કેમ ?” આ કોલમ માં વિગતોની જાણ કરવી જરૂરી છે ?
જવાબ. હા.
પ્રશ્ન ૯. કૃપા કરીને સ્પષ્ટ કરો કે સહકારી બૅન્ક અથવા ક્રેડિટ સોસાયટી જે અનલિસ્ટેડ છે તેના ઇક્વિટિ શેર રાખેલા હોય તો તેની જાણ કરવી જરૂરી છે ?
જવાબ. એવી અસ્તિત્વ ધરાવતી સહકરી બૅન્ક અથવા ક્રેડિટ સોસાયટી કે જે કંપનીસ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલી હોય અને જે માન્યતા ધરાવતી સ્ટોક એક્સ્ચેંજ માં લિસ્ટેડના હોય તેવી અસ્તિત્વ ધરાવતી સહકરી બૅન્ક અથવા ક્રેડિટ સોસાયટી ના શેર ની જાણ કરવી.
પ્રશ્ન ૧૦. મે એક બિન-રહેવાસી ને જમીન અને મકાન વહેચી દીધું છે. શું મારે ખરીદનાર નો PAN શેડયુલ C.G. ના ટેબલ A1/B1 માં જાણ કરવાની જરૂર છે?
જવાબ. આઇટીઆર ફોર્મ માં જણાવ્યું છે તેમ, કલમ 194-IA હેઠળ કર કપાત હોય અથવા દસ્તાવેજો માં ઉલ્લેખિત હોય તો જ ખરીદનાર નું PAN ટાંકવાનું ફરજિયાત છે.
પ્રશ્ન ૧૧. હું ભારત નો રહેવાશી છું અને મે ભારતની બહાર આવેલી જમીન અને મકાન નું વેચાણ કર્યું છે. શું મારે તે ખરીદનારની પ્રોપટી અને ઓળખ શેડયુલ CG હેઠળ જાણ કરવી જરૂરી છે?
જવાબ. પ્રોપર્ટિ ની વિગતો અને ખરીદનાર નું નામ અનિશ્ચિત પણે બતાવવું જરૂરી છે. તેમ છતાં આઇટીઆર ફોર્મ માં જણાવ્યું છે તેમ, કલમ 194-IA હેઠળ કર કપાત હોય અથવા દસ્તાવેજો માં ઉલ્લેખિત હોય તો જ ખરીદનાર નું PAN ટાંકવાનું ફરજિયાત છે.
પ્રશ્ન ૧૨. શેર્સ/મ્યુચુઅલ ફંડ્સના એકમોના વેચાણ પર ઉદભાવતા લાંબા ગાળા ના મૂડી લાભ (LTCG) જેના પર S.S.T. ચુકવણી કરવામાં આવી છે, શું તેના પર ISIN વિગતો અને સ્ક્રિપ્ટ મુજબ ની ગણતરી પ્રદાન કરવી ફરજીયાત છે કે કેમ?
જવાબ. કરદાતાઓ ની સુવિધા માટે કલમ 112A અને કલમ 115AD હેઠળ LTCG ની ગણતરી માટેના સાધનો વિભાગીય ઉપયોગીતા માટે પૂરા પાડવામાં આવ્યા છે. LTCG ના અંતિમ આંકડની ગણતરી માટે આ વૈકલ્પિક સાધનો રચાયેલા છે, જે તે પછી સંબંધિત શેડ્યુલ CG માં વસ્તુઓ છે.
વૈકલ્પિક રીતે કરદાતાઓ પોતાની જાતેજ લાંબા ગાળા ના નફા અને નુકશાન ની ગણતરી કરી શકે છે, અને શેડ્યુલ CG માં સંબંધિત વસ્તુઓમાં સીધા જ દાખલ કરી શકે છે.
પ્રશ્ન ૧૩. એક અનલિસ્ટેડ કંપની એ પોતાની સંપતિ (ASSETS) અને જવાબદારીઓ (LIABILITIES) ITR-6 નાં શેડ્યુલ AL-1 માં વિગતો આપવી જરૂરી છે? કૃપા કરીને સ્પષ્ટ કરો કે સંપતિ ની વિગતો જેમાં ધંધા નાં સ્ટોક-ઇન-ટ્રેડ રાખવામાં આવ્યા છે તે પણ તેમાં અહેવાલ તરીકે બતાવવા જરૂરી છે?
જવાબ. ઝવેરાત/મોટર વાહન વગેરેનાં બિઝનેસ માં જેમાં સ્ટોક-ઇન-ટ્રેડ હોય, તેવાં કેસો માં સંબંધિત કોષ્ટકો માં વિગતો ભરવા (ટેબલ “I” અથવા ટેબલ “H”) માં ડ્રોપ ડાઉન વેલ્યુ માં “જે હેતુ માટે વપરાય છે” તેની સામે “સ્ટોક-ઇન-ટ્રેડ” નો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આવા કિસ્સાઓમાં ફક્ત એકંદરે મૂલ્યો ભરવાં જરૂરી છે, અને સ્ટોક-ઇન-ટ્રેડ તરીકે રાખવામાં આવતી દરેક સંપતિ (ASSET) ની વિશેષ વિગતો ની જાણ કરવાની જરૂર નથી.
પ્રશ્ન ૧૪. હું અગાઉના વર્ષ દરમ્યાન વિદેશી સંપતિ ધરાવતો હતો જેની નિયમિત અહેવાલ છે શેડ્યુલ F.A. શું મારે ફરીથી આવી વિદેશી સંપતિને શેડ્યુલ AL માં જાણ કરવાની જરૂર છે (જો લાગુ પડતી હોય તો)?
જવાબ. હા.
પ્રશ્ન ૧૫. એક અનલિસ્ટેડ કંપનીને શેરહોલ્ડિંગની વિગતો અગાઉના વર્ષ નાં અંત માં ITR-6 નાં શેડ્યુલ SH-1 માં પૂરી પાડવી જરૂરી છે. કૃપા કરીને સ્પષ્ટ કરો કે આ વિગતો અનલિસ્ટેડ વિદેશી કંપની નાં કિસ્સામાં રજૂ કરવી ફરજીયાત છે કે કેમ?
જવાબ. જરૂરી નથી.
પ્રશ્ન ૧૬. એક અનલિસ્ટેડ કંપની એ પોતાની સંપતિ (ASSET) અને જવાબદારીઓ (LIABILITIES) ITR-6 નાં શેડ્યુલ AL-1 માં વિગતો આપવી જરૂરી છે. કૃપા કરીને સ્પષ્ટ કરો કે આ વિગતો અનલિસ્ટેડ વિદેશી કંપની નાં કિસ્સામાં રજૂ કરવી ફરજીયાત છે કે કેમ?
જવાબ. જરૂરી નથી.
પ્રશ્ન ૧૭. કૃપા કરીને સ્પષ્ટ કરો કે કંપનીસ એક્ટ ૧૯૫૬, ની કલમ ૫૮૧એ મુજબ ખેડૂત ઉત્પાદક કંપની એ ITR-6 નાં શેડ્યુલ SH-1 માં શેરહોલ્ડિંગ ની વિગતો આપવી જરૂરી છે ?
જવાબ. નાં. તેમ છતાં પણ ધ્યાન રાખવું કે જનરલ નાં પાર્ટ-એ માં “શું તે કંપની ઉત્પાદક કંપની છે કંપનીસ એક્ટ ૧૯૫૬, ની કલમ ૫૮૧એ મુજબ ?” ની સામે “હા” નો વિકલ્પ પસંદ કરવો.
પ્રશ્ન ૧૮. ITR-6 નાં શેડ્યુલ FD મુજબ શું એક કંપની એ તે વર્ષ દરમ્યાન થયેલી વિદેશી ચલણ માં ચુકવણી અને આવકો નાં ભાગલા જાહેર કરવા જરૂરી છે (જો તે કલમ 44AB હેઠળ ઓડિટ ને પાત્ર નાં હોય તો). કૃપા કરીને સ્પષ્ટ કરો કે શેડ્યુલ FD માં ફક્ત ભારત માં કામગીરી વ્યવસાયથી સંબંધિત આવકો/ચૂકવણીઓ ની જાણ કરવી જરૂરી છે?
જવાબ. હાં. શેડ્યુલ FD માં તે વર્ષ દરમ્યાન થયેલી વિદેશી ચલણ માં ચુકવણી અને આવકો નાં ભાગલા જાહેર કરવા જરૂરી છે.
પ્રશ્ન ૧૯. શેડ્યુલ TDS માં, એકને અનુરૂપ જે રસીદ ઓફર કરવામાં આવી છે અંતર્ગત મુખ્ય કૉલમ માં દાખલ કરવું આવશ્યક છે. કેટલાક કિસ્સાઓમાં, વર્તમાન વર્ષમાં કર ચૂકવનાર દ્વારા TDS કાપવામાં આવે છે, પરંતુ અનુરૂપ આવક ભવિષ્ય માં ઓફર કરવાની છે. આવામાં TDS કેવી રીતે ભરવું ?
જવાબ. આવાં કિસ્સાઓમાં, વર્તમાન વર્ષમાં કૉલમ “IN OWN HANDS” માં કોઈ પણ TDS ક્રેડિટ નો દાવો ન કરવો જોઈએ. જો આ થાય તો, કૉલમ “CORRESPONDING RECEIPT OFFERED” નીકળી જાશે અને તે કૉલમ ભરવાની જરૂર નથી રહેતી.