આજે છે દેશના પ્રથમ મહિલા નાણામંત્રીનો જન્મ દિવસ: ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા કરવામાં આવી GSTR 4 અંગે ટ્વિટર ઉપર ઝુંબેશ

Spread the love
Reading Time: 2 minutes

2019-20 ના વર્ષ માટે GSTR 4 માં ખરીદીની વિગતો નાંખવામાંથી મુક્તિ આપવામાં આવે તે અંગે મોટા પ્રમાણમા ટીવ્ટ કરવામાં આવ્યા:

તા. 18.08.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનના કરદાતાઓએ વર્ષ 2018 19 ના વર્ષ માટે GSTR 4 નામે એન્યુઅલ રિટર્ન ભરવાનું છે. આ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. પણ આ ફોર્મ ભરવા અંગેની ઓફલાઇન યુટિલિટી 06 ઓગસ્ટના રોજ પોર્ટલ ઉપર આપવામાં આવી. આ યુટિલિટી આવ્યા બાદ, દરેક એકાઉન્ટ તથા GST ની સેવા પ્રદાન કરતાં સૉફ્ટવેર દ્વારા આ યુટિલિટીને પોતાના સોફ્ટવેરમાં અપડેટ કરવી પડે. જાણવા મળતી વિગતો મુજબ દેશની નામાંકિત એકાઉન્ટ સૉફ્ટવેર પૂરી પાડતી કંપનીઓ પણ આ યુટિલિટી ઉપરથી હજુ સૉફ્ટવેર અપડેટ કરી શકી નથી. આ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં માત્ર 12 દિવસ જેવો સમય બાકી હોય, કરદાતાઓ અને ખાસ કરીને કરવ્યવસાયીઑ મુંજવણનો સામનો કરી રહ્યા છે. આ ફોર્મમાં કંપોઝીશનના કરદાતાઓએ ખરીદીની યાદી આપવાની થાય છે. આ યાદી આપવી કરદાતાઓ માટે મુશ્કેલ બનશે તેવું જાણકારો માની રહ્યા છે. જેતપુરના ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા દ્વારા આ અંગે ટ્વિટર ઉપર એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે આજે નાણાં મંત્રીના જન્મ દિવસ ઉપર અમે તેમણે જન્મ દિવસની શુભેચ્છા આપી GSTR 4 ફોર્મ માં પ્રથમ વર્ષ માટે ખરીદીની વિગતો આપવી મરજિયાત બનાવવામાં આવે તેવી વિનંતી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે  હાલ જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિઓ પાસેથી ખરીદી કરેલ માલ ઉપર RCM ની જોગવાય લાગુ નથી. કદાચ ખરીદીની વિગતો ના આપવામાં આવે તો કોઈ પણ પ્રકારે વેરામાં નુકસાન સરકારને જવાનું નથી. પણ કરદાતાઓને આ વિગતો આપવામાં પ્રથમ વર્ષ મુક્તિ આપવામાં આવે તો તેમના માટે મોટી રાહત સાબીત થશે તેવું માનવમાં આવી રહ્યું છે.  મોટા  પ્રમાણમા ટેક્સ પ્રેકટિશનરો દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. કરદાતાઓ તથા કર વ્યાવસાયી GSTR 4 માં પ્રથમ વર્ષ માટે ખરીદીની વિગતો આપવામાંથી મુક્તિ આપવામાં આવે તથા આ ફોર્મની મુદત વધારવામાં આવે તેવી આશા સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર 

 

 

error: Content is protected !!
18108