આજે તથા આવનારા દિવસો માં થઈ શકે છે ઉના અને ગુજરાત ના અન્ય શહેરોમાં GST સર્વે: કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી. જાણો વિગતો

Spread the love
Reading Time: 2 minutes

તા:૧૭.૧૨.૨૦૧૮, ઉના: છેલ્લાં 2 દિવસ થી ટેક્સ ટુડે ના રિપોર્ટર લલિત ગણાત્રા ની પ્રેસ પ્રસારણ બાદ એ સમાચાર ને અત્યાર સુધી લગભગ 13000 થી વધુ વાર જુવા માં આવ્યા છે. અંગત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે 17 ડિસેમ્બર ના રોજ તથા આવનારા થોડા દિવસોમાં સ્ટેટ GST ખાતા દ્વારા સર્વે ચાલુ રહે તેમ છે. આ સર્વે શુ બધા વેપારીઓ માટે છે? શું માત્ર GST હેઠળ નોંધાયેલા નવા વેપારીઓ માટે છે કે વેટ હેઠળ માઇગ્રેટ થયેલા વેપારીઓ માટે પણ છે? આવા અનેક સવાલો વેપારીઓ તથા ટેક્સ પ્રેક્ટિશનરો ના મનમાં ઉઠી રહ્યા છે. આવો પ્રયાસ કરીએ આ પ્રશ્નનો ના જવાબ જાણવાનો. 

અંગત સૂત્રો માંથી માહિતી પ્રમાણે આ સર્વે ના વેપારીઓ ના નામ સાથે નું એક લિસ્ટ જે તે ઘટક કચેરીમાં આપવામાં આવ્યું છે. સર્વે માત્ર આ લિસ્ટ મુજબ ના વેપારીઓને ત્યાં જ કરવામાં અવશે.

આ લિસ્ટ માં મુખ્યત્વે નીચેના પરિબળો ના આધારે ઊભું કરવામાં આવ્યું છે.  

  1. 1.7.17 પછી નવા નોંધણી નંબર લેવામાં આવેલ હોય તને સતત “નીલ” ટર્નઓવર દર્શાવવામાં આવ્યું હોય.
  2. 1.7.17 પછી મરજિયાત ધોરણે નોંધણી દાખલો લેવામાં આવ્યો હોય અને તે વર્ષ દરમ્યાન જ રદ કરવામાં આવ્યો હોય.
  3. સતત “નીલ” (શૂન્ય) ટર્નઓવર દર્શાવતા વેપારીઓ.
  4. ટર્નઓવર “નીલ” કે ખૂબ ઓછું દર્શાવવા માં આવ્યું હોય પણ ઇ વે બિલ સતત મોટી રકમો ના બનાવવામાં આવતા હોય તેવા વેપારીઓ.
  5. પત્રકો ભરવામાં સતત મોડુ કરતાં વેપારીઓ.
  6. ખાસ પ્રકાર ના ધંધા (કમોડિટી) જેમાં થોડા સમય માં કર ચોરી ની મોટી ઘટના ઑ સામે આવેલ હોય.
  7. એવા વેપારીઓ જ્યાં એક જ જગ્યા ઉપર એક થી વધુ નંબર લેવામાં આવ્યા હોય. મળતી માહિતી મુજબ આ પરિબળ ના કારણે ઘણા વેપારીઓ આ યાદી માં આવી ગયેલ છે કારણકે સિસ્ટમ “ટાવર ચોક” ના તમામ નંબર ને એકજ ધંધા ની જગ્યા ઉપર ના નંબર ગણે છે.

મિત્રો કદાચ આપનું નામ આ લિસ્ટ માં હોય તો પણ ગભરાવવા ની જરૂર નથી. આપની વિગતો જો સાચી હોય તો નીડર થઈ ધંધો કરજો અને આવેલ અધિકારીઓએ ને સાચી માહિતી આપશો. ટેક્સ ટુડે વેપારીઓ ને નીડર રહી પોતાની વિગતો આપવા અપીલ કરે છે સાથો સાથ તમામ વેપારીને પોતાના ધંધા ઉપર ના બોર્ડ વ્યવસ્થિત રીતે રાખવા, બિલ બુક નિયમ મુજબ રાખવા તથા જો કમ્પોજીશન માં હોઇ તો આ અંગે નાનું બોર્ડ રાખવા અપીલ કરે છે. આ ઉપરાંત સ્ટેટ GST ડિપાર્ટમેંટ ને પણ અપીલ કરે છે કે નાની નાની બાબતો માટે વેપારીઓ ના ગભરાઈ તે બાબત ખાસ ધ્યાને રાખી આ કામગીરી તેના કર ચોરી રોકવાનો નો મૂળભૂત હેતુ પુર્ણ થાય તે રીતે કરવામાં આવે. સાથો સાથ એવા પણ સમાચાર અધિકારી તરફથી હતા કે વેપારીઓ જોઈએ તેવો સહયોગ આ જુંબેશ માં આપતા નથી. તો આ તકે એક જવાબદાર અખબાર તરીકે હું ખાસ અપીલ કરીશ કે વેપારીઓ જેમને ત્યાં અધિકારીઓએ આવે તો તેમણે સપૂર્ણ સહયોગ આપે અને જરૂર જણાય ત્યાં પોતાના ટેક્સ કન્સલ્ટન્ટ નો સંપર્ક કરી કર ચોરી રોકવાની આ કવાયત માં સહયોગ આપે.  લલિત ગણાત્રા, જેતપુર સાથે હું ભવ્ય પોપટ, ટેક્સ ટુડે ઉના  

 

error: Content is protected !!
18108