આજે સમગ્ર રાજયમાં જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ના નેજા હેઠળ સંસદસભ્યો, ધારાસભ્યો, કલેક્ટર વગેરે ને આપવામાં આવી રહ્યા છે આવેદન: જી.એસ.ટી. કર પ્રણાલી તરીકે સ્વીકાર્ય-જી.એસ.ટી. પોર્ટલ સામે રોષ
તા. 12.02.2020: ગુજરાતના તમામ જિલ્લાઓ માં આજે સંસદસભ્યો, ધારાસભ્યો, કલેક્ટર, CGST તથા SGST ના ઉચ્ચ અધિકારીઓ તથા વેપારી સંગઠનોને કર વ્યવસાયીઓ દ્વારા આવેદન પાઠવવામાં આવી રહ્યા છે. ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો., નેશનલ એક્શન કમિટી, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટ્સીનર્સ-વેસ્ટ ઝોન, ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત તથા સી.એ. એશો. અમદાવાદના સયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 31 મહિના થઈ ચૂક્યા હોય છતાં જી.એસ.ટી. પોર્ટલ ની તકલીફો ઘટવાનું નામ લઈ રહી નથી. જી.એસ.ટી. પોર્ટલથી કંટાળી આજે કર વ્યવસાયીઑ કામ થી અળગા રહી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાત ના તમામ કર વ્યવસાયિકો ના એશોએશન કોઈ બાબત ઉપર એક મંચ ઉપર આવ્યા હોય તેવો કદાચ આ સૌપ્રથમ બનાવ હશે.
અમદાવાદ ખાતે આવેદન આપવા એકત્રિત જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી
બરોડા ખાતે આવેદન આપવા એકત્રિત સેન્ટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટ્ંટ ના સભ્યો
આણંદ ખાતે રજૂઆતો કરવા એકત્રિત ટેક્સ પ્રેકટીશનર્સ
જામનગરના ટેક્સ પ્રેક્ટિશનરો તથા વેપારીઓ દ્વારા જી.એસ.ટી. પોર્ટલ બાબતે આવેદન આપવામાં આવ્યું
ભાવનગર ખાતે જોઇન્ટ કમિશ્નરશ્રી જયકાંત દવે ને રજૂઆત કરતાં ભાવનગરના ટેક્સ પ્રેકટિશનર્સ
ડીસા ખાતે જી.એસ.ટી. પોર્ટલ વિરુદ્ધ રજૂઆતો કરતાં ટેક્સ કન્સલ્ટન્ટસ
જુનાગઢ ખાતે જી.એસ.ટી. પોર્ટલ ની તકલીફો બાબતે આવેદન આપતા ટેક્સ એડવાઈઝર એશોશીએશન ના સભ્યો
સુરત ખાતે રજૂઆત કરવા એકત્રિત થયેલ સુરતના ટેક્સ કન્સલ્ટન્ટસ
રાજકોટ ખાતે જી.એસ.ટી. પોર્ટલની ખામીઓ વિરુદ્ધ રજૂઆત કરતાં ટેક્સ પ્રેકટિશનર્સ
અમરેલી ખાતે આવેદન આપતા અમરેલીના ટેક્સ પ્રેકટિશનર્સ
જેતપુર ખાતે જી.એસ.ટી. પોર્ટલ ની તકલીફો અંગે રજૂઆત માટે એકત્રિત જેતપુર ટેક્સ એશોશીએશન ના સભ્યો
ગિર સોમનાથ ખાતે રજૂઆત માટે ઉના, કોડીનાર તથા વેરાવળના ગિર સોમનાથ ટેક્સ બાર એશો. ના સભ્યો
જામ ખંભાળિયા માં જી.એસ.ટી. પોર્ટલ વિરુદ્ધ રજુઆત કરતા ટેક્સ પ્રેક્ટિનર્સ
નડિયાદ ખાતે કર વ્યાવસાયિકો દ્વારા જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઓ અંગે આવેદન આપવામાં આવ્યું
કલોલ ટેક્સ એશોશીએશન તથા કલોલ CA એશોશીએશન દ્વારા જી.એસ.ટી. પોર્ટલ સામે આવેદન આપવામાં આવ્યું
પોરબંદરના કર વ્યાવસાયિકો દ્વારા જી.એસ.ટી. પોર્ટલની ખામીઓ અંગે કરવામાં આવી રજુઆત
આમ, ગુજરાત ના તમામ જિલ્લાઓમાં આજે જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઓ વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે. તમામ M P તથા MLA એ આ અંગેની રજૂઆતો નાણાં મંત્રી તથા સંબંધિત અધિકારીઓ સુધી કરવા ખાત્રિ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ ની સફળતા બાદ હવે જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી દ્વારા 18મી ફેબ્રુઆરીએ મૌન રેલી નું આયોજન કરવા ની જાહેરાત કરેલ છે. આ મૌન રેલીમાં સમગ્ર રાજ્યમાંથી કર વ્યવસાયિકો ઉપષ્ઠિત રહેશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
આ ન્યૂઝ, જેમ વિગતો ઉપલબ્ધ બનશે તેમ અપડેટ કરવામાં આવશે.