R B I ગર્વનર ઉર્જિત પટેલે આજે અચાનક આપ્યું રાજીનામુ: વ્યક્તિગત કારણો ને ગણાવ્યું રાજીનામાં નું કારણ
તા: 10.12.2018, ઉના: ભારત ની સર્વોચ્ચ બેન્ક R B I ના ગવર્નર ઊર્જિત પટેલે અંગત કારણો નો હવાલો આપી અચાનક ગવર્નર પદે થી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા સમય થી સરકાર અને R B I વચ્ચે મતભેદ ના સમાચારો સમાચાર માધ્યમો માં પ્રકાશિત થઈ રહ્યા હતા. આમ, અચાનક આપવામાં આવેલ ગવર્નર ના રાજીનામાં થી એ અટકળો ને વધુ વેગ મળશે તે વાત ચોક્કસ છે.
તેમણે પોતાના કાર્યકાળના 2 વર્ષ 97 દિવસમાં રાજીનામું આપ્યું છે. તેમનો કાર્યકાલ 4 સપ્ટેમ્બર 2016 થી 10 ડિસેમ્બર 2018 સુધીનો રહ્યો હતો. ગવર્નર રીતે RBI ગવર્નર નો કાર્યકાળ 3 વર્ષ નો રહેતો હોય છે. અચાનક RBI ગવર્નરનું રાજીનામું શેર બજાર તથા ભારતીય અર્થતંત્ર માટે ખરાબ પરિણામ લાવી શકે તેવી ભીતિ હાલ સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઊર્જિત પટેલ ના પુરોગામી રધુરામ રાજન દ્વારા પણ અગાઉ અંગત કારણો આગળ ધરી રાજીનામું આપેલ હતું. રવિ સખનપરા ટૅક્સ ટૂડે રિપોર્ટર.