આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સ પર લાગશે જી.એસ.ટી ૧૮ %: નાણાં મંત્રાલય દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

Advocate Juned F Kathiwala, J K CONSULTANCY, +91 9924214091 

 

આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સ પર જીએસટી ના દર મુદ્દે સ્પષ્ટતા……

આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર પર જીએસટી રેટનો મુદ્દો થોડાક દિવસો થી મીડિયામાં ચર્ચામાં હતો. જીએસટી ના દર મુદ્દે સ્પષ્ટતા નાણાં મંત્રાલય દ્વારા તા. ૧૫.૦૭.૨૦૨૦ ના રોજ એક પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા એવું જણાવાયું છે કે હેન્ડ સેનિટાઇઝર્સ 18% ના દરે જીએસટી દર છે. સેનિટાઈઝર એ જીવાણુનાશક પદાર્થો છે જેમ કે સાબુ, એન્ટી બેક્ટેરિયલ લિક્વિડ્સ, ડેટોલ વગેરે. આ તમામ જીએસટી કાયદા હેઠળ 18% ના દરે કરપાત્ર બને છે. જીએસટી કાઉન્સિલ દ્વારા વિવિધ વસ્તુઓ પરના જીએસટી દર નક્કી કરવામાં આવે છે જ્યાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો મળીને સહમતીથી નિર્ણય લે છે. આ અંગે વધુ સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે હેન્ડ સેનિટાઈઝર્સના ઉત્પાદન માટેના ઇનપુટ્સ જેવા કે કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ, ઇનપુટ સેવાઓ છે માંના મોટા ભાગની ચીજવસ્તુઓનો જીએસટી દર 18% છે. સેનિટાઈઝર્સ અને અન્ય સમાન અને વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરવાથી અખા માળખા મા ફેરફાર થાય અને ઘરેલું ઉત્પાદકોને આયાતકારો ને ગેરલાભ થઈ શકે છે. જી.એસ.ટી. ના નીચા દર આયાતને સસ્તી બનાવામાં મદદ કરે છે જે આત્મનિર્ભાર ભારત અંગેની રાષ્ટ્રની નીતિની વિરુદ્ધ છે. જો ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઘરેલું ઉત્પાદન મુશ્કેલીમાં આવે તો ગ્રાહકોને પણ ઓછા જીએસટી રેટથી ફાયદો થશે નહીં તેવી સ્પષ્ટતા આ પ્રેસ વિજ્ઞાપતિમાં કરવામાં આવી છે.

AAR ની માહિતી….  

ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) રેટ પર ચાલુ ચર્ચાઓ વચ્ચે એડવાન્સ રુલિંગની જીએસટી ઓથોરિટી, જે એડવાન્સ રુલિંગ (AAR) ની ગોવા બેંચ દ્વારા, આદેશ આપી જણાવ્યું છે કે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સ તે એક હાઇજીન પ્રોડક્ટ છે અને તેના ઉપર 18% જીએસટી દર લાગશે. હેન્ડ સેનિટાઇઝરના વર્ગીકરણ અને જીએસટીના લાગુ દરને લઈને સ્પ્રિંગફિલ્ડ્સ (ઇન્ડિયા) ડિસ્ટિલેરીઓએ ગોવા AAR ઓથોરીટી પાસે અરજી કરી પુછવામાં આવ્યું હતું કે ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરોને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કરી હોવાથી તેને જીએસટીમાંથી મુક્તિ મળશે કે કેમ? અરજદારનો મત હતો કે હેન્ડ સેનિટાઇઝર્સ તે મેડિકમેન્ટ કેટેગરી હેઠળ આવરી લેવામાં આવે છે, અને જીએસટી હેઠળ 12 ટકાના દરે વેરો વસૂલ કરવો જોઇએ. જો કે, AAR બેંચે ચુકાદો આપ્યો છે કે, “અરજદાર દ્વારા ઉત્પાદિત હેન્ડ સેનિટાઇઝર્સ આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર્સ કેટેગરી માં આવે છે અને હાર્મોનાઈઝડ સિસ્ટમ (એચ.એસ.એન) ની 3808 ના હેડિંગ હેઠળ વર્ગીકૃત થયેલ છે,  જેમાં જીએસટીનો દર 18 ટકા ગણાય. આ ઉપરાંત AAR માં જણાવાયું છે કે મુક્તિ માલ અને સેવાઓ માટે જી.એસ.ટી. કાયદા હેઠળ એક અલગ સૂચના છે. “કોઈપણ માલને આવશ્યક રૂપે વર્ગીકરણ થવાથી કોઈ માલને જી.એસ.માંથી મુક્તિ આપવાનો માપદંડ બની શકે નહીં.”. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે જી.એસ.ટી. વહીવટીતંત્ર દારૂ આધારિત ઉત્પાદકો દ્વારા જી.એસ.ટી. ચોરીની તપાસ કરી રહ્યું છે. સેનિટાઇઝર્સ. તે ‘મેડિકમેન્ટ’ ના જુદા જુદા મથાળા હેઠળ વસ્તુને ખોટી રીતે વર્ગીકૃત કરીને 12 ટકા જી.એસ.ટી. ને ચૂકવી રહ્યા છે તેવી શંકા ઊભી થઈ છે. જી.એસ.ટી. ખાતા દ્વારા એમ માનવામાં આવી રહ્યું છે કે સુગર મિલો અને ડિસ્ટિલરી સહિત ઘણા ઉત્પાદકો અને સપ્લાયર્સ દારૂબંધીનું વર્ગીકરણ કરી રહ્યા છે એચ.એસ.એન. ૩૦૦૪ (Medicaments) ની સામે 12 ટકા ટેક્સ વસૂલી વેચાણ કરી રહ્યા છે જેની સામે ખરેખર એચ.એસ.એન. 3808 ના ટેરિફ  હેડિંગ હેઠળ હેન્ડ સેનિટાઇઝર્સ, ઉપર 18 ટકા જી.એસ.ટી. લાગુ પડે છે.

 

Source From Today’s CBIC Press note as on 15.07.2019

 

error: Content is protected !!