આવકવેરા ખાતા ને મળેલ આર્થિક માહિતીઓ ઉપર નોટિસ આપવાની તથા જવાબ આપવા ની કાર્યવાહી હવે સંપૂર્ણ ફેસ લેસ:

Spread the love
Reading Time: 2 minutes

     ઇન્કમ ટેક્સ ખાતા ને બેન્ક, સબ રજીસ્ટ્રાર ઓફિસ વગેરે પાસે થી વ્યક્તિ, પેઢી, કંપની વી. દ્વારા કરાયેલ નિયત આર્થિક વહીવટ વિષે ની માહિતીઓ સમયાંતરે મળતી હોય છે. આવી માહિતીઓ ઉપર અભ્યાસ કરી કરદાતા ને નોટિસ આપવામાં આવતી હોય છે. ડીજીટલાઇજેશ્ન તરફ વધુ એક કદમ ઉઠાવી હવે ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા આ માહિતી પરથી નોટિસ આપવા થી માંડી આકારણી ફાઇનલ કરવા સુધી ની તમામ કાર્યવાહી ઓનલાઈન કરવા નો નિર્ણય કર્યો છે. ઇન્કમ ટેકસ નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ દ્વારા 30 જાન્યુવારી ના રોજ જાહેરનામું બહાર પાડી ને ઇન્કમ ટેક્સ ની નોટિસ આપવા તથા આકારણી ની વિધિ માં મહત્વ નો ફેરફાર કર્યો છે. વાચકો ની સરળતા માટે આ નિયમો ને સહેલી ભાષામાં અત્રે રજૂ કર્યા છે.:

  1. આ નિયમો ને સેંટરલાઇઝ વેરિફિકેશન સ્કીમ 2019 તરીકે ઓળખવામાં આવશે.

 

  1. આવકવેરા વિભાગ પોતાને મળેલ માહિતીઓ ઉપરથી જે તે કરદાતા ને ઓનલાઈન ઇ મેઇલ ઉપર નોટિસ મોકલી શકશે અથવા તો કરદાતા ના લૉગિન માં નોટિસ મૂકી શકશે અને SMS (સાદા મેસેજ) દ્વારા તે અંગે ની જાણ કરશે.

 

  1. આ નોટિસ નો જવાબ આપવા કરદાતા ને નિયત સમય આપવામાં અવશે.

 

  1. કરદાતા દ્વારા નિયત સમય માં આ નોટિસ નો જબાવ આપવાનો રહેશે. પોતાના જવાબ ના સમર્થન માં દસ્તાવેજો પણ ઓનલાઈન આપી શકશે.

 

  1. ઓનલાઈન આપવા માં આવેલ જવાબ ના સંદર્ભ માં નોટિસ આપનાર અધિકારી નો નિર્ણય ઓનલાઈન કરદાતા ના આકારણી અધિકારી જોઈ શકશે.

 

  1. આ સમગ્ર કાર્યવાહી માં કોઈ પણ કરદાતા કે તેના પ્રતિનિધિ ને રૂબરૂ હાજર થવા ફરમાવી શકશે નહીં.

 

હાલ માં પણ આ પ્રકાર ની નોટિસ ને લગતા SMS કરદાતા ને આવતા હોય છે. ખાસ કરી ને આકારણી વર્ષ 2012 13 ને લગતા ફેર આકારણી ને લગતા ઘણા મેસેજ હમણાં આપવામાં આવી રહ્યા છે. આ પ્રકાર ના SMS ને કરદાતાએ ગંભીરતા થી લઈ જાતે અથવા કર વ્યવસાયી પાસે આ પ્રકાર ની નોટિસ નો જવાબ આપી દેવો જોઈએ. આમ ના કરવામાં આવે તો આવકવેરા ખાતા દ્વારા કેસ 143 અથવા 147 હેઠળ આકારણી માં પસંદ કરી લેવામાં આવી શકે છે.

 

ઇન્કમ ટેક્સ હેઠળ ની કાર્યવાહી ફેસ લેસ થવા ના કારણે કરદાતા તથા તેના પ્રતિનિધિ ને સરકારી ઓફિસ ના ધક્કા ચોક્કસ બચશે પણ કરચોરી કરવા વાળા કરદાતા માટે આ નિયમો મુસીબત કરશે તે ચોક્કસ છે. આવી પદ્ધતિ નો તેના ખરા હેતુ પૂર્ણ કરવા માં જો ડિપાર્ટમેંટ દ્વારા અમલ કરવામાં આવે તો પ્રમાણિક કરદાતાઓ ને ચોક્કસ ઘણી રાહત મળશે.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!