આવી ગયું છે આશા નું કિરણ….COVID-19 ના પેશન્ટ ઉપર “સેપ્સિવાક” નામની દવાનો પ્રયોગ ચાલુ……..???
તા. 24.04.2020: નોવેલ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આપણો દેશ ભારત પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. 1 મહિનાથી વધુ સમયથી વિશ્વનું આ સૌથી મોટું લોકતંત્ર, લોકડાઉનનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ અંગે નિરાશા જગાવનારા અનેક સમાચારો જોઈને લોકો કંટાળી ગયાના એહવાલો પણ આવી રહ્યા છે. હવે વાંચકો માટે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. COVID-19 માટેની દવાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દવાનું નામ છે “સેપ્સિવાક”. આ દવા અંગે ભારતની જાણીતી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેર તથા કાઉન્સીલ ફોર સાઇંટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) દ્વારા સયુંક્ત રીતે વિકસાવવામાં આવી છે.
કેડિલા ફાર્માની વેબસાઇટ ઉપર આ દવા અંગે ની વિગતો આપવામાં આવેલ છે. જે મુજબ આ દવાનું મુખ્ય કામ વ્યક્તિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવનું છે. આ દવા લેવાથી ગંભીર સ્થિતિમાં “વેન્ટિલેટર” ઉપર રહેવાનો સમય, ICU માં રહેવાનો સમય, હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટાડવામાં પણ મદદ મળે છે. આ દવાથી ખૂબ સારા પ્રમાણમા મૃત્યુ દર ઘટાડવામાં સફળતા મળી શકે છે. આ દાવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની મંજૂરી મળી હોવાનો દાવો કેડિલા હેલ્થકેર ની વેબસાઇટ ઉપર કરવામાં આવ્યો છે.
મેડિકલ ભાષામાં “Sepsis” એટ્લે એવી સ્થિતિ જ્યાં ઇન્ફેકશન ના કારણે શરીરના ઘણા અવયવો ને નુકસાન થાય જેના દ્વારા વ્યક્તિનું જીવન જોખમમાં મુકાઇ જતું હોય છે. COVID-19 માં મૃત્યુ નું મુખ્ય કારણ “સાઇટોકીન સ્ટોર્મ” ને માનવમાં આવે છે જે ખૂબ વધુ પ્રમાણમા રોગ પ્રતિકારક કોષોનું ઉત્સર્જન કરે છે જે સરવાળે શરીરના નુકસાન પામેલા ઉપરાંત નુકસાન ન પામેલા, બન્ને કોષોને નુકસાન કરે છે. કોરોના વાઇરસ દ્વારા આ પ્રકાર ના “સેપસિસ” ની પરિસ્થિતી નિર્માણ થતું હોય છે. આમ, કહી શકાય કે કોરોના વાઇરસ દર્દી ને મારતો નથી પરંતુ દર્દી ના શરીર માં એ પ્રકારની પરિસ્થિતી ઊભી કરી દે છે કે દર્દી ની રોગ પ્રતિકારક શક્તિ જ દર્દીને મૃત્યુ માં ધકેલી દે છે.
“સેપ્સિવાક” રોગ પ્રતિકારક શક્તિના વધુ પડતાં પ્રવાહને નિયંત્રિત કરે છે જેથી “સાઇટોકિન સ્ટોર્મ” ની શક્યતા ઘટાડી શકાય છે અને મૃત્યુ દર ઘટાડી શકાય છે. ટેક્સ ટુડે ટિમ ના મેડિકલ એક્સપર્ટ અને ઉનાના નામાંકિત ડોક્ટર ડો. આશિષ વકીલ જણાવે છે કે આ દવાનું હાલ માનવીય પરીક્ષણ ચાલી રહ્યું છે. આ દવા ને COVID-19 માટે નું સંપૂર્ણ દવા તરીકે સ્વીકાર્ય બનવા ચોક્કસ ઘણા વધુ પરીક્ષણો જરૂરી છે. જો ભારતમાં શોધાયેલ આ દવાના પરીક્ષણ સકારાત્મક આવે તો સમગ્ર વિશ્વ ને આનો ફાયદો થશે તે વાત ચોક્કસ છે. આ ઉપરાંત “પ્લાઝમા થેરેપિ” નો પ્રયોગ પણ પ્રાથમિક ધોરણે ચાલુ છે. ભારત હાલ દવા પરીક્ષણ બાબતે ચોક્કસ પ્રગતિ કરી રહ્યું છે તે બાબત પણ નિર્વિવાદ છે.
હાલ, આ દવાના “ક્લિનિકલ ટ્રાયલ” (મનુષ્ય ઉપર ના પરીક્ષણ) શરૂ થઈ ગયા છે. ટૂંક સમયમાં આ પરીક્ષણ અંગે સારા સમાચારો મળે તેવી મીટ માંડીને દુનિયાભર ના બેઠા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
સોર્સ: https://www.cadilapharma.com/sepsivac-sepsis-saviour-cadila/
ડિસ્ક્લેમર: આ લેખ લખનાર મેડીકલ ફિલ્ડ ના જાણકાર નથી. આ લેખ લખવામાં વિવિધ સમાચારો, કંપની વેબસાઇટ તથા તજજ્ઞો સાથે નો વાર્તાલાપ મદદરૂપ થયેલ છે. મેડિકલ ફિલ્ડ વિષે જાણકાર તજજ્ઞોને ખાસ વિનંતી કે taxtodayuna@gmail.com ઉપર અમને પોતાના અભિપ્રાય જણાવી શકે છે.