આવી શકે છે રીયલ એસ્ટેટ સેકટર માટે કંપોઝિશન સ્કીમ: નીતિન પટેલ ની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની રચના
ઉના તા: 16.01.2019; GST કાઉન્સિલ ની 31 મી તથા 32 મી મિટિંગ માં GST કરદાતાઓ માટે અનેક સારા સમાચારો આવ્યા છે. સર્વિસ સેકટર માટે કામપોઝિશન સ્કીમ અંગે જાહેરાત થઈ ગઈ છે. હવે રિયલ એસ્ટેટ સેકટર માટે સારા સમાચાર આવ્યા છે. બાંધકામ સાથે જોડાયેલ વ્યવસાયી ઓ માટે કામપોઝિશન સ્કીમ અંગે વિચારણા કરવા, આ સેકટર ને અન્ય રાહતો આપવા એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની રચના કરવામાં આવેલ છે. આ GOM ના અઘ્યક્ષ ગુજરાત રાજ્ય ના નાણાં મંત્રી શ્રી નીતિન પટેલ રહેશે. આ GOM માં આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરેલા, પંજાબ, ઉત્તર પ્રદેશ તથા ગોવા ના નાણાં પ્રધાન રહેશે. રિયલ એસ્ટેટ સેકટર નોટબંધી તથા GST બાદ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા ના અહેવાલો હતા. આશા રાખીએ કે આ GOM દ્વારા આ સેકટર ને પૂનઃ જીવંત કરવા સલલ કામપોઝિશન સ્કીમ તથા અન્ય સકારાત્મક જાહેરાતો કરવામાં આવશે. GOM ની મિટિંગ ની તરીકે હજુ જાહેર કરવામાં આવેલ નથી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે