આ તે કેવું??? આવક 5,00,000/- તો શૂન્ય ટેક્સ, પણ આવક 5,05,000 તો ટેક્સ થઈ જશે 13,500/-!!!!

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 06 ફેબ્રુવારી 2019

ઇન્ચાર્જ નાણાં મંત્રી પીયૂષ ગોયલ દ્વારા 01 ફેબ્રુવારી ના રોજ નાણાકીય વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કર્યું. એક CA દ્વારા રાજુ કરાયેલ આ સૌપ્રથમ બજેટ હતું. બજેટ એકંદરે ગરીબ તથા માધ્યમ વર્ગીય લોકો માટે આવકારદાયક ગણાવાય રહ્યું છે. ટેક્સ ટુડે પણ આ બજેટ ને એક સારું બજેટ ગણે છે. પરંતુ એક બાબત ચોલ્લાસ આશ્ચર્ય પમાડે તેવી છે. બજેટ માં જાહેર કરવામાં આવ્યું છે કે 5 લાખ સુધી ની આવક ધરાવતા કરદાતા માટે કોઈ ટેક્સ ભરવાનો નહીં રહે. આ મુક્તિ એ કરમુક્તિ માં વધારા દ્વારા નથી પરંતુ આવકવેરા કાયદા હેઠળ કલમ 87A ના રિબેટ દ્વારા આપવામાં આવેલ છે.
આનો અર્થ એ થાય કે 5 લાખ ઉપર 1 રૂ ની આવક પણ ધરાવતા વ્યક્તિ માટે આ વધારા નો કોઈ લાભ રહેશે નહીં. એક ઉદાહરણ તરીકે સમજીએ:
રોકાણ બાદ કુલ આવક.           ભરવા પાત્ર વેરો
500000/-                            0/-

505000/-                            13500/-

આમ, 5000/- રૂ ની વધારાની આવક કમાવવા કરદાતા એ 13500/- નો ટેક્સ ચૂકવવા નો રહેશે. આ બાબત નાણાં મંત્રી બજેટ માં યોગ્ય રીતે રજૂ કરતા ચુકી ગયા હોઈ તેવું ફલિત થાય છે. આશા રાખીએ કે બજેટ ની ચર્ચા દરમ્યાન આ અંગે જરૂરી સુધારા કરવામાં આવે.
આ બાબતે ટેક્સ ટુડે કાર્ટુનિસ્ટ કૌશલ પારેખ દ્વારા એક સરસ કાર્ટૂન આપ્યું છે. આશા રાખું છું કે આપને આ કાર્ટૂન પસંદ આવશે.
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108