ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ જાહેર કરવામાં આવી
નાણાકીય વર્ષ 2020-21 માટે 301 રહેશે C I I.
તા. 13.06.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મુખ્યત્વે બે પ્રકારના મૂડી નફા હોય છે. એક છે લાંબા ગાળાનો મૂડી નફો અને બીજું છે ટૂંકા ગાળાનો મૂડી નફો. સામાન્ય રીતે ખરીદી ની તારીખ થી 24 મહિના સુધીમાં વહેંચી દેવામાં આવે અને મિલકત ઉપર જે નફો થાય તેને ટૂંકા ગાળાની મિલકત નો મૂડી નફો ગણવામાં આવતી હોય છે. આમ, 24 મહિનાથી વધુ સમય ધારણ કરેલ મિલ્કત જ્યારે વેંચવામાં આવે ત્યારે આવી મિલ્કત ઉપર જે નફો થાય તેને લાંબા ગાળા નો મૂડી નફો કહેવાય છે. આ લાંબા ગાળાના મૂડી નફા ની ગણતરી માટે “કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ” ખૂબ મહત્વની હોય છે. હાલ, આ ગણતરી માટે બેઇઝ વર્ષ તરીકે 2001 ને ગણવામાં આવે છે. આ બેઇઝ વર્ષ નું મૂલ્ય 100 ગણી દર વર્ષ CBDT દ્વારા કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ બહાર પાડવામાં આવતી હોય છે. મિલ્કત ખરીદી કરી હોય તે વર્ષથી જે વર્ષે આ મિલ્કત વેંચવામાં આવે છે ત્યારે તે મિલ્કત ની ખરીદી કિમતમાં ઇન્કમ ટેક્સ હેઠળ તેની નીચે મુજબ ગણતરી થતી હોય છે.
મિલ્કત ની પડતર કિમત * જે વર્ષમાં મિલ્કત વેંચવામાં આવેલ હોય તે વર્ષની કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ / જે વર્ષમાં મિલ્કત ખરીદી કરેલ હોય તે વર્ષ ની ઇંડેક્સ વેલ્યૂ.
ઉદાહરણ તરીકે કોઈ મિલ્કત 01.04.2001 ના રોજ 100 રૂ માં ખરીદવામાં આવેલ હોય અને તેનું વેચાણ નાણાકીય વર્ષ 2020-21 માં કરવામાં આવે તો આ 100 રૂ ની ખરીદેલ મિલ્કત ની ઇન્કમ ટેક્સ ગણતરી માટેની પડતર નીચે મુજબ રહેશે.
100*301/100=301 આમ, 100 રૂ માં ખરીદેલ મિલ્કત ની પડતર કિમત 2020 21 માં 301 રૂ થાય. જો આ મિલ્કત 500 રૂ માં વેંચવામાં આવે તો ખરેખર 400 રૂ નફો થયો હોવા છતાં કરદાતા એ ઇન્કમ ટેક્સ માત્ર 199 રૂ ઉપરજ ભરવાનો થાય છે. આમ, કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ મૂડી નફાની ગણતરી માં મહત્વ નો ભાગ ભજવે છે. નાણાકીય વર્ષ 2020 21 માટેની ઇંડેક્સ કોસ્ટ નું મૂલ્ય 301 જાહેર કરવામાં આવ્યું છે. વાંચકોના લાભાર્થી 2001-02 ના વર્ષ થી શરૂ કરી ને 2019-20 સુધીની CII તથા 2020-21 અંગે નો જાહેરનામું લેખ માં સાથે જોડેલ છે.
2001-02 થી 2019-20 સુધીની CII:CII 200102 to 201920
2020-21 નું જાહેરનામું: CII 202021-converted
વાંચકો ની સરળતા માટે આ લેખ શક્ય એટલી સરળ ભાષામાં લખવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, એડિટર,