ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા વેરાવળ ખાતે કરદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો
તા. 29.08.2019.: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરદાતાઑ માં જાગૃતિ લાવવા એક મિટિંગ નું આયોજન હોટેલ કાવેરી વેરાવળ ખાતે કરેલ હતું. આ કાર્યર્ક્ર્મ નો મુખ્ય હેતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ અંગે કરદાતાઑ ને સમજણ આપવાનો હતો. મિટિંગ ના આયોજક એવા ઇન્કમ ટેક્સ ઓફિસર એ.પી. જોય દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા ભારત ને “ડિજિટલ ઈન્ડિયા” બનાવવા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. “ઇ ગવર્નન્સ” દ્વારા લોકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોચડવા પ્રયાસ થઈ રહ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા પણ “ઇ સહયોગ” નામક સેવા દ્વારા કરદાતાઓ ને ઇન્કમ ટેક્સ નોટિસ, સ્કૃટીની વગેરે માં વ્યક્તિગત રીતે ઓફિસ પર ઊપસ્થિત થયા વગર પોતાના જવાબો રજૂ કરવા ની સુવિધા આપવામાં આવેલ છે. આ મિટિંગ માં શ્રી તુહિમ બીસવાસ દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વતી ગોરેન્દ્ર ગર્ગ પણ ઊપસ્થિત રહ્યા હતા. આ કર્યેક્ર્મ માં વેરાવળ ના અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર એ ખાસ હાજરી આપી હતી. વેરવળ ના નામાંકિત CA, ટેક્સ એડવોકેટસ તથા કરદાતાઓ આ કાર્યક્ર્મ માં હજાર રહ્યા હતા. રાજ ધનેશા, ટેક્સ ટુડે રિપોર્ટર વેરાવળ.