ઇન્કમ ટેક્સ વેબ સાઇટ ને પણ લાગ્યો જી.એસ.ટી. નો ચેપ??? સર્ક્યુલર કહે માત્ર દર્શાવો આધાર પણ વેબસાઇટ આધાર લિન્ક વગર નથી ભરવા દેતી રિટર્ન!!!

Spread the love
Reading Time: 2 minutes

તા:1.5.2019: ઉના: આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિન્ક કરવા અંગે ના સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાને લઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 31 માર્ચ 2019 ના રોજ 6/2019 નો સર્ક્યુલર બહાર પડેલ છે. આ સર્ક્યુલર દ્વારા જાહેર કરાયું છે કે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિન્ક કરવા ની મુદત 30.09.2019 સુધી વધારવામાં આવેલ છે. પરંતુ એજ દિવસે ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવેલ છે. આ પ્રેસ રીલીઝ માં એવું જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિન્ક કરવાની પુદ્ત ભલે 30.09.2019 હોય પરંતુ નાણાકીય વર્ષ 2018-19 ના આવક વેરા રિટર્ન ભરતા સમયે આધાર કાર્ડ નો નંબર તો દર્શાવવો જરૂરી છે પણ સાથે સાથે તેને પાન કાર્ડ સાથે લિન્ક કરવો પણ જરૂરી છે. આમ, સર્ક્યુલર તથા પ્રેસ રીલીઝ વચ્ચે ખૂબ મહત્વ ની બાબત ઉપર વિસંગતતા દેખાઈ રહી છે. આ ઉપરાંત એવી પણ ફરિયાદો મળી રહી છે કે ઇન્કમ ટેક્સ વેબસાઇટ ઉપર આધાર કાર્ડ પાન સાથે લિન્ક કર્યા વગર રિટર્ન ભરી શકતા નથી. મારા મત મુજબ CBDT દ્વારા સર્ક્યુલર 6/2019, તા: 31 માર્ચ 2019 દ્વારા કલમ 139AA માં લિન્ક કરવાના થતી આધાર લિન્ક કરવા માટે ખૂબ યોગ્ય રીતે 30.09.2019 સુધી ની મુદત આપી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં મોટા ભાગ ના રિટર્ન ભરાઈ ગયા હશે. આમ, ઘણા કરદાતાઓ ને આધાર પાન લિન્ક કરવા માં પડી રહેલી ટેકનિકલ મુશ્કેલી માથી રાહત મળી રહેશે. જે મુદત માં રિટર્ન ભરશે તેમને આ મુદત વધારો કામ આવી શકે આ માટે 30.09.2019 ની તારીખ નક્કી કરવામાં આવી હોય તેવું હું ચોક્કસ માનું છું. પરંતુ હાલ માં આ રિટર્ન ભરવામાં ઘણા કરદાતા મુશ્કેલી ભોગવી રહ્યા છે તેવા અહેવાલો છે. ટેક્સ ટુડે ના મધ્યમ થી અમો સરકાર ને અપીલ કરીએ છીએ કે આધાર લિન્ક કરવા અંગે ની જોગવાઈ જ્યારે સર્ક્યુલર 6/2019 થી 30 09 2019 સુધી વધારવામાં આવી હોય અને આ સર્ક્યુલર માં માત્ર આધાર “ક્વોટ” કરવવો જ જરૂરી હોય તો ત્યારે વેબ સાઇટ દ્વારા પણ માત્ર આધાર દર્શાવવા થી ઇન્કમ ટેક્સ રિટર્ન ચોક્કસ ભરવા દેવું જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

આ વિષય ઉપર જુવો અમારો ખાસ વીડિયો

https://youtu.be/YZGuzq–LYw

error: Content is protected !!