ઇન્કમ ટેક્સ હેઠળ ની “ડિફેક્ટિવ રિટર્ન”(ખામી યુક્ત રિટર્ન ની નોટિસ) ની નોટિસ – ભૂલ કરદાતા ની કે ડિપાર્ટમેંટ ની ??

Spread the love
Reading Time: 2 minutes

તા : 30/01/2019… ઇનકમ ટેક્સ કાયદા ની કલમ 139(9) હેઠળ ડિફેક્ટિવ (ખામી યુક્ત ) રિટર્ન માટે ની નોટિસ આપવામાં આવે છે. આવી ઘણી બધી નોટિસો છેલ્લા 1 અઠવાડીયા માં કરદાતાઑ ને મળ્યા ના અહેવાલો છે. મોટા ભાગ ના કિસ્સામાં નીચે પ્રમાણે ની ખામી હોવાનું દર્શાવાય રહ્યું છે:

Error Description :- Tax Payer has shown gross receipt or income under the head “Profits and gains of Business or Profession” more than Rs. 1 CRORE; however, Part A of the Profit and Loss Account and/or Balance Sheet have not been filled and the books of accounts have not been audited.

Probable Resolution :- Please fill the Part A of Schedule Profit and Loss A/c and Balance Sheet details and also provide details of audit report obtained u/s 44AB in Part A – General.

મળતા અહેવાલો મુજબ આવી નોટિસો માં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફ થી “પ્રોસેસિંગ” માં કોઈ ભૂલ રહેવા પામી હોય તેવું લાગી રહ્યું છે. આવા ઘણા કિસ્સાઓમાં નોટિસ આપવામાં આવ્યા બાદ નીચેનો મેસેજ આવી રહ્યો છે.

Dear taxpayer, the notice u/s 139(9) of the IT Act for the A.Y. 2018-19 is here by erroneously sent to your e-mail id may kindly be ignored.

આ બાબતે અડવોકેટસ , ચાર્ટર્ડ અકાઉંટેંટ, ટેક્સ પ્રેકટીશનરો વગેરે માં એ ચર્ચા જાગી છે કે આ નોટિસ રિટર્ન ભરવાની ખામી ના કારણે આવી રહી છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ની પ્રોસેસિંગ ની ખમીના કારણે ???

આ અંગે વાત કરતાં જુનાગઢ ના C A ભાવિક મિશ્રણી જણાવે છે કે આવા રિટર્ન માં C A નો ફર્મ નોંધણી નંબર જે 7 અક્ષર/આકડામાં માં આપવામાં આવ્યા છે તે ખરેખર ડિપાર્ટમેંટ ની યુટિલિટી 8 અક્ષર/આકડામાં માં નાખવાનો આગ્રહ રાખે છે. આ કારણે આવી નોટિસ મોટા પ્રમાણ માં જનરેટ થઈ છે. તેઓ વધુમાં જણાવે છે કે આવી નોટિસો ના જવાબ આપ્યા બાદ અમુક કિસ્સાઓ માં આ નોટિસો પાછી ખેચવામાં આવેલ છે તેવા SMS મોકલવામાં આવ્યા છે. આ અંગે જણાવતા જેતપુર ના એડવોકેટ તથા ટેક્સ ટુડે ના પ્રતિનિધિ લલિત ગણાત્રા જણાવે છે કે આ નોટિસ મોટા પ્રમાણ માં આવકવેરા ખાતા ની યુટિલિટી માં કોઈ ખામી ના કારણે જનરેટ થયેલ છે. આ નોટિસ જનરેટ થયા બાદ ઘણા કેસો માં પાછી ખેચવામાં આવ્યા ના મેસેજ આવેલ છે. પણ પોતાની જવાબદારી પૂરી કરવા પણ જો નોટિસ પાછી ખેચવાના મેસેજ ના હોય તો ક્ષતિ પુર્તતા માટેનું રિટર્ન ભરી આપવું હિતાવહ છે. દરેક નોટિસ ના કારણો જોઈ પોતાના કરવેરા સલાહકાર ને મળી યોગ્ય નિર્ણય લેવો આ પ્રસંગે ખૂબ જરૂરી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

 

error: Content is protected !!