ઇન્કમ ટેક્સ હેઠળ હવે સર્વે કરવાની સત્તા સ્થાનિક અધિકારીઓ પાસે રહેશે નહીં

Spread the love
Reading Time: < 1 minute

સર્વેની પરવાનગી આપવાની સત્તા હવે રહેશે ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ (ઇન્વેસ્ટિગેશન) પાસે

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટમાં ખૂબ મહત્વના બદલાવો થઈ રહ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના વહીવટ ને વધુ જવાબદેહ બનાવવા તથા વધુ પારદર્શિતા લાવવા 13 ઓગસ્ટથી કરદાતાઓ માટેના અધિકાર પત્રને લાગુ કરવામાં આવ્યો છે. એક વધુ મહત્વનો ફેરફાર પણ 13 ઓગસ્ટના રોજ કરી ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT એ અન્ય એક મહત્વનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય મુજબ હવે સ્થાનિક અધિકારીઓ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કલમ 133A હેઠળ ની સર્વેની કામગીરીમાં ભાગ લઈ શકશે નહીં. ઇન્કમ ટેક્સ હેઠળ સર્વેની કામગીરી માત્ર ઇન્વેસ્ટિગેશન વિંગમાં હોય તે અધિકારીઓજ ભાગ લઈ શકશે. TDS ના સર્વેની કામગીરીમાં માત્ર TDS કમિશ્નર હેઠળ કામગીરી બજાવતો સ્ટાફજ કરી શકશે.  હાલ, સર્વે કરવા અંગેની પરવાનગી રેન્જ કમિશ્નર દ્વારા આપવામાં આવતી જે હવેથી માત્ર ડાયરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) દ્વારા જ આપી શકાશે. TDS ને લગતા સર્વેની પરવાનગી પ્રિન્સિપાલ કમિશ્નર અથવા ચીફ કમિશ્નર TDS દ્વારા આપવાની રહેશે.

આ બદલાવ 13 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે. CBDT માને છે કે આ બદલાવથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે. આ બદલાવથી હવે સ્થાનિક અધિકારીઓનો ડર કરદાતાઓમાં ઓછો થશે તેવું તજજ્ઞો માની રહ્યા છે.

 

2 thoughts on “ઇન્કમ ટેક્સ હેઠળ હવે સર્વે કરવાની સત્તા સ્થાનિક અધિકારીઓ પાસે રહેશે નહીં

  1. I appreciate it but investigating officer should not take help from local income tax authorities otherwise unlawful backside entry will be dangerous .

    1. You are right, In our country such type of ways are modified to defeat purpose of any provision. But in my view, first need is that the Income Tax Act needs to be amended in such a way were the penalties are reduced, specially for genuine mistakes on part of tax payer.

Comments are closed.

error: Content is protected !!