ઇ વે બિલમાં ટેક્સની રકમ ના લખેલી હોય તો પણ માલ “ડિટેઇન” કરવો છે અયોગ્ય: કેરેલા હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

M S સ્ટીલ એન્ડ પાઇપ્સ: W.P. (C) No ૧૬૩૫૬/૨૦૨૦ ચુકાદા તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૦

  • કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ ટેક્સ ઇંવોઇસ બનાવેલ હતું. 

 

  • કરદાતા દ્વારા ઇ વે બિલ પણ બનાવવામાં આવ્યું હતું પરંતુ ઇ વે બિલમાં ટેક્સની રકમ અલગ દર્શાવેલ ના હતી. 

 

  • અધિકારી દ્વારા માત્ર આ કારણથી કરદાતાનો માલ “ડિટેઇન” કરવામાં આવ્યો હતો. 

 

  • કરદાતાએ અધિકારીના ઓર્ડર સામે હાઇ કોર્ટમાં રિટ પિટિશન કરી હતી. 

 

  • કરદાતા તરફેના વકીલની મુખ્ય દલીલ એ હતી કે ઇ વે બિલમાં ટેક્સ અલગ દર્શાવવો ફરજિયાત નથી. માલ સાથે ટેક્સ ઇંવોઇસ તથા ઇ વે બિલ બંને હતું. 

 

  • સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી જી.એસ.ટી. કાયદાની કલમ ૩૩ હેઠળ ટેક્સ અલગ બતાવવો ફરજિયાત છે. કલમ ૩૩ નો ભંગ થતો હોય માલ “ડિટેઇન” કરવો યોગ્ય છે. 

 

  • માનનીય કેરેલા હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપી જાહેર કરવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદાની કલમ ૧૨૯ માત્ર એ કારણે લાગુ ના થાય કે, ઇ વે બિલમાં ટેક્સ અલગ દર્શાવવામાં નથી આવ્યો. કલમ ૧૨૯ હેઠળ માલ “ડીટેઇન” કરવા ટેક્સ ઇંવોઇસ કે ઇ વે બિલ ના હોય તે જરૂરી છે. આમ, કરદાતાનો માલ રીલીઝ કરવા કેરેલા હાઇકોર્ટ આદેશ કર્યો હતો.

(ચુકાદા અંગેનું અર્થઘટન એ લેખક, ભવ્ય ડી. પોપટ નું અંગત અર્થઘટન છે)

 

 

error: Content is protected !!