ઇ વે બિલ તથા માલ વહન અંગે થતાં ટેક્સ તથા દંડ ના આદેશ માટે અપીલ કરવી ક્યાં?? આવી રહ્યો છે ખુલાસો!!

Spread the love
Reading Time: 2 minutes

By: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

તા: 25.05.2019: ઉના, જી.એસ.ટી. કાયદા ની અમલવારી ને બે વર્ષ થવા આવશે. આ બે વર્ષ થી વેપારીઓ ને અનેક વાર માલ વહન દરમ્યાન બિલ ના અભાવે કે ઇ વે બિલ ના અભાવે, કે ક્યારેક તો કોઈ નાની ક્ષતિ માટે ટેક્સ તથા દંડ ભરવા ની જવાબદારી ઉપસ્થિત થયેલ છે. આ ટેક્સ તથા દંડ ના ઓર્ડર સામે જી.એસ.ટી. કાયદા હેઠળ વેપારી અપીલ કરી શકે છે. પરંતુ અત્યાર સુધી આ અપીલ ક્યાં સત્તાધિકારી ને કરવી એ અંગે સ્પષ્ટતા નો અભાવ હતો. પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અંગે ટૂંક સમય માં ખુલાસો જાહેર કરવામાં આવશે. હાલ આ અંગે ની પ્રક્રિયા ગુજરાત રાજ્ય જી.એસ.ટી. (કાયદા) શાખા તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહાલ કરવામાં આવ્યા ના અહેવાલો છે. આ પ્રક્રિયા મુજબ અલગ અલગ સંજોગો માં ક્યાં સત્તાધીકારી ને અપીલ કરવાની રહેશે તે અંગે નીચે મુજબ ના નિયમો જાહેર થઈ શકે છે.

રાજ્ય માં જ જ્યારે માલ વાહન થતો હોય તેવા સંજોગો માં:

આદેશ કોના ઉપર કરવામાં આવ્યો છે?             યોગ્ય સત્તાધિકારી
નોંધાયેલ સપ્લાયર સપ્લાયર ના હૂકુમત ના અપીલ અધિકારી
નોંધાયેલ રેસિપીયન્ટ રેસિપીયન્ટ ના હૂકુમત ના અપીલ અધિકારી

 

આંતર રાજ્ય માલ વાહન થતો હોય તેવા સંજોગો માં:

આદેશ કોના ઉપર કરવામાં આવ્યો છે?             યોગ્ય સત્તાધિકારી
ગુજરાત ના નોંધાયેલ રેસિપીયન્ટ રેસિપીયન્ટ ના હૂકુમત ના અપીલ અધિકારી
ગુજરાત ના નોંધાયેલ સપ્લાયર સપ્લાયર ના હૂકુમત ના અપીલ અધિકારી
ગુજરાત રાજ્ય માં પકડાયેલ માલ કે જે અન્ય રાજ્ય માં થી આવતો હોય અને અન્ય રાજ્ય માં બારોબાર જતાં માલ ના સંદર્ભ માં આદેશ પસાર કરનાર અધિકારી જે ક્ષેત્ર માં હોય તે ક્ષેત્ર ના અપીલ અધિકારી

 

જી.એસ.ટી. કાયદા હેઠળ ક્યાં અધિકારી ના આદેશ સામે ક્યાં અપીલ અધિકારી સમક્ષ અપીલ થઈ શકે તેની માહિતી નીચે મુજબ છે.

આદેશ કરનાર અધિકારી           અપીલ ક્યાં અપીલ અધિકારી ને કરવાની રહે
જોઇન્ટ કમિશ્નર એડિશનલ કમિશ્નર
ડેપ્યુટી કમિશ્નર જોઇન્ટ કમિશ્નર (અપીલ)
સ્ટેટ ટેક્સ ઓફિસર ડેપ્યુટી કમીશ્ન્રર અપીલ

 

ટેક્સ ટુડે આ ખુલાસા ને ખૂબ આવકારદાયક ગણે છે. આશા રાખીએ કે આ અંગે ના ખુલાસા રૂપી જાહેર પરિપત્ર ત્વરિત બહાર પાડવામાં આવે. મારા અંગત મત પ્રમાણે હજુ નીચેના પ્રશ્ન અંગે ખુલાસો કરવો જરૂરી રહેશે:

  • જ્યારે આદેશ કેન્દ્ર ના અધિકારી દ્વારા પસાર કરવામાં આવે ત્યારે શું કેન્દ્ર ના કોઈ પરિપત્ર વગર આ અંગે સપ્લાયર કે રેસિપીયન્ટ ઉપર મુજબ અપીલ કરી શકશે?

 

  • જ્યારે આ આદેશ રાજ્ય બહાર માલ વાહન દરમ્યાન રાજ્ય બહાર ના અધિકારી દ્વારા કરવામાં આવ્યો હોય ત્યારે અપીલ કરવા ની યોગ્ય “ફોરમ” કઈ ગણાશે?

આશા રાખીએ કે આ અંગે ના ખુલાસા પણ જલ્દી થી બહાર પાડવામાં આવે. અનેક વેપારીઓ એ જી.એસ.ટી. ની અમલવારી પછી માલ વાહન દરમ્યાન મોટા દંડ ભોગવ્ય છે.

error: Content is protected !!