ઈન્દોર ખાતે યોજાયું નેશનલ એક્શન કમિટી નું રાષ્ટ્રીય અધિવેશન: હવે રાષ્ટ્રીય ફલક પર રચાશે નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશન્લ્સ: (NATP)

Spread the love
Reading Time: 2 minutes

તા: 11.08.2019: ઈન્દોર ખાતે નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફ્શન્લ્સ નું રાષ્ટ્રીય અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન NAC ઉપરાંત MP ટેક્સ લો બાર એશો. ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. બ્રિલીયંટ કન્વેશન સેન્ટર ઈન્દોર ખાતે યોજાયેલ આ અધિવેશન માં ભારત ના 21 રાજ્યો તથા 2 કેન્દ્ર શાશીત પ્રદેશો ના સભ્યો હાજર રહ્યા હતા. NAC ના ચેરમેન ડો. મુર્થી, ડે. ચેરમેન દિપક બાપટ, NAC ના રાષ્ટ્રીય સયોજ્ક તથા સ્થાપક ડો અક્ષત વ્યાસ, નિગમ શાહ એ ખાસ હજાર રહી પોતાના ઉપયોગી ઉદબોધ્ન કર્યા હતા. આ અધિવેશન ને સફળ બનાવવા અમિત દવે, એ.કે. લખોટીયા, એ.કે ગોર, મનીષ ત્રિપાઠી સાથે MP બાર ના સભ્યો એ ખાસ જહેમત ઉઠાવી હતી. હજાર રહેલા તમામ સભ્યો એ એક સુરે રાષ્ટ્રીય સ્તર ના એશોશીએશન બનાવવા ના પ્રસ્તાવ ને પસાર કર્યો હતો. આ નવું બનનારું એશોશીએશન નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશન્લ્સ એટલેકે NATP તરીકે ઓળખાશે. અધિવેશન માં નવા બનનારા એશોશીએશન ની કાર્યવાહક સમિતિ ની નિમણૂક કરેલ છે. 15 સભ્યો ની આ ટીમ નીચે મુજબ છે.

ક્રમ      નામ                                           રાજ્ય/UT                   હોદ્દો

  1. ડો એમ.વાય. કે. મુર્થી                  તેલંગાણા                  પ્રમુખ
  2. અમિત દવે                                   મધ્ય પ્રદેશ                સહ પ્રમુખ
  3. તરહ આહ                                   આંધ્ર પ્રદેશ               ઉપ પ્રમુખ ઈસ્ટ ઝોન
  4. વારીશ ઈશાની                           ગુજરાત                    ઉપ પ્રમુખ વેસ્ટ ઝોન      
  5. અરવિંદ ગુપ્તા                             ઉતર પ્રદેશ                ઉપ પ્રમુખ નોર્થ ઝોન
  6. ટી.વી.એસ.સુબ્બા રાવ             તેલંગાણા                  ઉપ પ્રમુખ સાઉથ ઝોન
  7. મુકેશ ગુપ્તા                                 રાજસ્થાન                ઉપ પ્રમુખ સેન્ત્ર્લ ઝોન
  8. નિગમ શાહ                               ગુજરાત                   જનરલ સેક્રેટરી
  9. મનોજ અગ્રવાલ                        ઓરિસા                  ઝોનલ સેક્રેટરી ઈસ્ટઝોન
  10. ભવ્ય પોપટ                               દીવ                        ઝોનલ સેક્રેટરી વેસ્ટ ઝોન
  11. સંજય અરોરા                            હરિયાણા              ઝોનલ સેક્રેટરી, નોર્થ ઝોન
  12. સુનિલકુમાર કોટા                     આંધ્રા પ્રદેશ          ઝોનલ સેક્રેટરી, વેસ્ટ ઝોન
  13. અશ્વિન લખોટીયા                   મધ્ય પ્રદેશ            ઝોનલ સેક્રેટરી, સેન્ત્ર્લ ઝોન
  14. ભાલચંદ્ર (પ્રકાશ) જોગલેકર    મહારાષ્ટ્ર                ખજાનચી
  15. નવીન ગુપ્તા હરિયાણા             પબ્લિક રિલેશન ઓફિસર

 

આ કમિટી ઉપર 7 સભ્યો ની બનેલી ગવારનીગ કાઉન્સીલ તથા 8 સભ્યોની બનેલી કોંસ્ટીટ્યુશન દ્રફ્ટિંગ કમિટી રહેશે. તમામ સભ્યો ને NATP ના એડ હોક કમિટી સભ્ય બનવા બદલ અભિનદન. NATP ની કોર કમિટી ને મારા ઉપર વિશ્વાસ મૂકી ઝોનલ સેક્રેટરી તરીકે મારી નિમૂણૂક કરવા બદલ ડો અક્ષત વ્યાસ, નિગમ શાહ અને કોર ટીમ નો ખાસ આભાર.  ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!