Spread the love
Reading Time: < 1 minute

 

🌹 *ઈબાદત* 🌹

ખીલવે છે ચમન ફૂલ, ભ્રમર ની ઈબાદત ફળી હશે,
મુજ જન્મ કેરી ઘટનામાં પણ કદાચ, કોઈ ઈબાદત ભળી હશે,

એક આથમે, વિલંબ વિના બીજો ઊગી જાય છે,
આ એક એક શ્વાસ માટે જરૂર, મા એ ઈબાદત કરી હશે,

જઇ આરસી પૂતળા ને, રૂબરૂ મેં ઘણું કીધું છે,
હશે કોઈક તો અંદર એની, જ્યાં સુધી ઈબાદત જતી હશે,

આકર્ષાઈ છે લોક, એ મુજ રૂપ ના કામણ નથી,
નિઃસ્વાર્થ કેટલી આ હૃદયમાં, સહુ માટે ઈબાદત ઊગી હશે,

ભરી શકું છું દિલો માં પ્રેમ, ઇશની મહેરબાની છે,
કોઈના તો મન સુધી જઈ, આ નિઃશબ્દ ઈબાદત ઠરી હશે,

ખરતા એ નાના તારા નો ગગન ને અંધારો શોક છે,
ને લાખો ચમકતી આંખોથી,ત્યારે જ,કોઈ ઈબાદત સરી હશે.

– *કાજલ શાહ*

error: Content is protected !!
18108