ઈ-વે બિલનો દુર ઉપયોગ કરી જીએસટીની ચોરી કરનાર પર કાબુ મેળવવા નવી સીસ્ટમ ટુક સમયમાં

Spread the love
Reading Time: < 1 minute

તા: 24.11.2018: ઈ-વે બિલનો દુર ઉપયોગ કરી જીએસટીની ચોરી કરનાર પર કાબુ મેળવવા નવી સીસ્ટમ ટુક સમયમાં આવી રહી છે. તેને લઈને એક ઓટીપી બેઝ્ડ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેનાથી ટેક્સની ચોરી કરનારાઓ પકડાઇ જશે.

ટ્રેસ અને ટ્રેક સિસ્ટમથી નજર રાખવામાં આવશે. ઓટીપી બેઝ્ડ વેરિફિકેશન સિસ્ટમ લાગૂ થશે. ઓટીપી વેરિફિકેશનથી બિલ કન્સાઇનમેન્ટ પૂર્ણ થશે. NHAIના ફાસ્ટ ટેગ મિકેનિઝમથી પણ ઇ વે બિલ જોડાશે. GSTN, NIC મળીને સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે. ચોરી પકડાઇ જવા પર ટ્રેડરનું રજીસ્ટ્રેશન રદ્દ થશે.

બિલ સાથે ઓટીપી ઓટોમેટિક જનરેટ થશે. જેને ત્યાં માલની ડિલિવરી થવાની છે તેના ફોન પર ઓટીપી આવશે. ડિલિવરી થવા પર સિસ્ટમમાં ઓટીપી નાખવો પડશે. વેરિફિકેશન પ્રોસેસ જરૂરી, તો જ ડિલિવરી થશે. ગરબડીવાળા ઇ-વે બિલ પર લાગશે રોક છે. NHAIના ડેટાબેઝથી પણ શિપમેન્ટની મૂવમેન્ટ પર નજર છે: પ્રેસ રીપોર્ટેર લલીત ગણાત્રા (ટેક્ષ એડવોકેટ) – ટેક્ષ ટુડે ન્યુઝ.

.

error: Content is protected !!