ઉના ના જાણીતા ગાયનેક ડો આશિષ વકીલ નું બેંગ્લોર ખાતે ઓલ ઇન્ડિયા ગાયનેક કોન્ફ્રાન્સ માં સંબોધન

Spread the love
Reading Time: < 1 minute

તા. 14.01.19, ઉના; ઉના ખાતે પ્રેક્ટિસ કરતા નામાંકિત ગાયનેક તથા IVF સ્પેશિયલિસ્ટ ડો આશિષ વકીલ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓફ ઓબસ્ટ્રકટીક એન્ડ ગાયનેકોલોજિ ની વાર્ષિક કોન્ફ્રાન્સ માં બેંગ્લોર ખાતે પોતાનું વક્તવ્ય 12  જાન્યુવારી ના રોજ રજૂ કર્યું હતું. આ કોન્ફરન્સ માં ભારત ભર માંથી અંદાજે 15000 તબીબો એ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા કોન્ફ્રાન્સ માં આ પ્રકાર ની વક્તવ્ય આપવાની તક મળવી પણ એક ગૌરવ ની વાત કહેવાય. ઉના જેવા છેવાડે ના ગામ માંથી આ તક મેળવવી એક ખૂબ મોટી બાબત કહેવાય. ટેક્સ ટુડે ડો આશિષ વકિલ ની આ ઉપલબ્ધી બદલ ગૌરવ અનુભવે છે તથા તેમને શુભેચ્છા પાઠવે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!