ઉના ના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ૨૯ માં વાર્ષિક ઉત્સવ ની સાંસ્ક્રુતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 16.01.2019; ઉના ની સૌથી જૂની શાળા માની એક એવી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ૨૯ માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી ત્રિ-દિવસીય કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી . આ કાર્યક્રમ માં રંગોળી સ્પર્ધા , મહેંદી સ્પર્ધા , સંગીત પ્રભાત સ્પર્ધા વગેરે જેવી વિવિધ સ્પર્ધા ઑ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ના ઉદ્ઘાટ્ક તરીકે વત્સલય હોસ્પિટલ ઉના ના નિયમક ડો આશાબેન વસા ખાસ હાજર રહ્યાં હતાં . આ ઉપરાંત મકરસંક્રાંતિ ના દિવસે સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સંસ્કૃતિક કાર્યક્રમ ના મુખ્ય મહેમાનો તરીકે ઉના ના પ્રાંત અધિકારી  શ્રી એમ. કે. પ્રજાપતિ સાહેબ તથા ઉના ના મામલતદાર શ્રી નિનામા સાહેબ  હાજર રહ્યાં હતાં . શાળા ના સ્થાપક શ્રી માધવ પ્રસાદ સ્વામીજી દ્વારા બાળકો ને તથા પધારેલા મહેમાનો ને આશીર્વચન આપવામાં આવ્યા હતાં. પ્રાંત અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબે દ્વારા ખૂબ જ સચોટ તથા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ તકે સામતભાઈ ચારણીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉના ખાનગી શાળા સંચાલક મંડળ ના સભ્યો શ્રી પુરોહિત સાહેબ, વિનયભાઈ પરમાર, ભવ્ય પોપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ ઉતમ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં . કાર્યક્રમ નું સંચાલન માધ્યમિક શાળા ના પ્રિન્સિપાલ શ્રી દલપત સર દ્વારા કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ ને સફળ બનાવવા સ્વામી ધર્મનંદનદાસજી, સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી , સ્વામી ભાગવત પ્રકાશ દાસજી , કિશોરભાઈ વડાલીયા, આચાર્યો, શિક્ષકગણ તથા વિધ્યાર્થીગણ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવેલ હતી. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!