ઉના ની શ્રુતિ સ્કૂલ દ્વારા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગ થી કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો.
ઉના, તા: 02.01.19, ઉના: ઉના ની જાણીતી સેલ્ફ ફાઈનાન્સ શાળા શ્રુતિ વિદ્યાલય દ્વારા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગ થી ઉના ખાતે કારકીર્દી માર્ગદર્શક સેમિનાર નું આયોજન ઉન્નતનગર કોમ્યુનિટી હોલ ખાતે તા. 02.01.19 ના રોજ કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ના શ્રી હિતેશ સોલંકી એ ઉપસ્થિત બાળકો તથા વાલીઓ ને વિવિધ કારકિર્દી વિશે ઉપયોગી માહિતી આપી હતી. હિતેશભાઈ દ્વારા ખાસ જણાવવા માં આવ્યું હતું કે હવે જમાનો માત્ર ડીગ્રી મેળવવા નો નથી પણ જ્ઞાન મેળવવા નો છે. વિદ્યાર્થીઓ એ માત્ર ડીગ્રી માટે નહીં પરંતુ જ્ઞાન મેળવવા અભ્યાસ કરવો જોઈએ. આ સેમિનાર ને સફળ બનાવવા શાળા ના પુરોહિત સાહેબ તથા શાળા ટ્રસ્ટ ના પ્રમુખ સુરુબાપુએ જહેમત ઉપાડી હતી.