ઉના ની DSC પબ્લિક સ્કૂલ ખાતે 73 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા. 16.8.19: ઉના ની DSC પબ્લિક સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટ ના રોજ ભારત ના 73માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી. ઉના ના સિનિયર એડવોકેટ દીપકભાઈ પોપટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઝાદીપર્વ પાર વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં શાળા ના સંચાલકો રાજુભાઇ-પૂર્વીબેન કાનાબાર, દીપકભાઈ-હીનાબેન નથવણી તથા ભવ્યભાઈ-કિરણબેન પોપટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના શિક્ષકો હેતલબેન, ઋષિબેન દ્વારા દેશભક્તિ ગીત તથા સંગીતાબેન દ્વારા 370 આર્ટિકલ હટાવવા બાબતે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. શાળા ના હેડ પ્રિન્સિપાલ હેન્રી જોસેફ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન પ્રિન્સિપાલ મુકેશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના એડમિનિસ્ટ્રેટર તરુણભાઈ કાનાબાર, પ્રિન્સિપાલ મહેશભાઈ ઓઝા, ધીરુભાઈ તથા સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!