ઉના બાર એસોશીએશન દ્વારા મામલતદારને “ઇ ધરા” ની કામગીરી જલ્દી શરૂ કરાવવા રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

તા. 23.05.2020: ઉના બાર એસોશીએશન  (વકીલ મંડળ) દ્વારા 22 મે ના રોજ ઉના મામલતદાર ને રૂબરૂ મળી ખેડૂતો ને 7-12 તથા 8 અ ની નકલો જલ્દી કાઢી આપવાની શરૂવાત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. આ ઉપરાંત મિલ્કત તબદિલ થવા અંગે ની એન્ટ્રીની કામગીરી પણ લોકોના હિતાર્થે જલ્દી શરૂ થાય તેવી રજૂઆત કરવામાં આવેલ છે. COVID-19 ના કારણે આ કામગીરી હાલ મામલતદાર ઓફિસો માં થતી ના હોવાના અહેવાલો આવ્યા હતા. મામલતદાર દ્વારા આ અંગે જણાવાયું હતું કે 7-12 અને 8-અ ની કામગીરી શરૂ કરતાં શોશીયલ ડિસ્ટન્સિંગ રાખવું મુશ્કેલ બની જાય તેમ છે. આ નકલો દરેક ગામડાઑ ઉપરથી મળી રહે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. મિલ્કતની એન્ટ્રી શરૂ કરવા બાબતે તેઓએ ખાત્રી આપી હતી કે તેઓ આ અંગે સરકારના નિયમોનુસર એન્ટ્રીની પ્રક્રિયા થાય તેવી વ્યવસ્થા કરાવશે. બાર એસોશીએશન ના પ્રમુખ પ્રેમજીભાઇ બારૈયા એ જણાવ્યુ હતું કે મામલતદારે તમામ રજૂઆતો ઉપર સકારાત્મક રીતે લોકોના હિતમાં નિર્ણય લેશે તે બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ રજૂઆત કરવા પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ચુડાસમા, સેક્રેટરી કમલભાઈ પડશાળા તથા અન્ય કારોબારી સભ્યો હિતેશભાઇ દૂધત, પરિક્ષિત ડોબરિયા, જિગરભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ સોલંકી, જિગ્નેશભાઈ જોશી, ભવ્ય પોપટ વગેરે વકીલો જોડાયા હતા. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

error: Content is protected !!
18108