ઉના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશોશીએશન ની મહત્વ ની મિટિંગ મળી

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા: 25.11.2018: ઉના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો. ની એક મહત્વ ની મિટિંગ સ્વામિનારાયણ સ્કૂલ ઉના ખાતે તા. 24.11.2018 ના રોજ મળી હતી. આ મિટિંગ માં સ્કૂલ મેનેજમેન્ટ ને લાગતા મહત્વ ના મુદ્દા ઓ ની ચર્ચા કરવામાં આવી હતી. એશો. ની પરંપરા મુજબ દરેક સત્ર ની શરૂવાત માં આ પ્રકાર ની મિટિંગ નું આયોજન અલગ અલગ શાળાઓ માં કરવામાં આવતું હોઈ છે. ઉના તાલુકાની લગભગ તમામ સેલ્ફ ફાઈનાન્સ શાળા ના મેનેજમેન્ટ ના પ્રતિનિધિઓ આ મિટિંગ માં હજાર રહ્યા હતા. સ્વામિનારાયણ સ્કૂલ ના સંચાલક શ્રી માધવપ્રસાદ સ્વામી એ તમામ સંચાલકો નો એશો. ની એકતા જાળવવા ના પ્રયાસો બાદલ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!