ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન તથા ટેકસેશન એડવાઈઝર એશો જૂનાગઢ ના સયુંકત ઉપક્રમે સેમિનાર યોજાયો

Spread the love
Reading Time: 2 minutes

જૂનાગઢ, 06.03.2020: ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ (વેસ્ટ ઝોન) તથા ટેકસેશન એડવાઈઝર એશો. જૂનાગઢ ના સયુંકત ઉપક્રમે જૂનાગઢની હોટેલ સરોવર પોર્ટિંકો ખાતે ડાયરેક્ટ તથા ઇંડાયરેક્ટ ટેક્સ ના વિષય ઉપર એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના મુખ્ય મહેમાન તરીકે ઇન્કમ ટેક્સ ના પ્રિન્સિપાલ કમિશનર શ્રી નીરજ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના જોઈન્ટ કમિશનર શ્રી અરવિંદ સોનટકે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ગુજરાતભરના 250 થી વધું CA, એડ્વોકેટસ તથા ટેક્સ પ્રેક્ટિશનર્સ હાજર રહ્યા હતા. સેમિનારમાં સ્પીકર તરીકે અમદાવાદ ના જાણીતા CA પલક પાવાગઢી, બરોડાના યુવાન CA અભય દેસાઈ, મુંબાઈના એડવોકેટ પારસ સાલ્વે તથા  મુંબઈના એડવોકેટ પાર્થ બધેકાએ સેવા આપી હતી. ઓલ ઇન્ડિયા ફેડરેશનના નેશનલ પ્રેસિડેન્ટ નિકિતાબેન બધેકા, જનરલ સેક્રેટરી સમીરભાઈ જાની, રાષ્ટ્રીય કારોબારી સભ્ય એવા ભરતભાઈ સ્વામી, કમલેશભાઈ રાઠોડ વેસ્ટ ઝોન ના પ્રમુખ ભાષ્કરભાઈ પટેલ, ટ્રેસરર ચિંતનભાઈ જોશી, જોઈન્ટ સેક્રેટરી ભવ્ય પોપટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. કાયદા અંગે આ સેમિનારમાં સ્પીકરો દ્વારા ડેલીગેટ્સ ને માહિતી આપવામાં આવી હતી. સેમિનારને સફળ બનાવવા જૂનાગઢના કલ્પેશભાઈ રૂપરેલીયા, રજનીભાઈ કલરીયા, હેમંગભાઈ શાહ, રાજેન્દ્રભાઇ ઉદાણી, પ્રતીકભાઇ મિશ્રાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!