ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર ના વેસ્ટ ઝોન રિજીયન ની વાર્ષિક સાધારણ સભા મુંબઈ ખાતે યોજાઈ

Spread the love
Reading Time: < 1 minute

મુંબઇ, 28.06.2019: ટેક્સ પ્રેક્ટિશનરો ના ભારત ના સૌથી મોટા એશોશીએશન એવા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ ના વેસ્ટ ઝોન રિજીયન ની વાર્ષિક સાધારણ સભા 27 જૂન 2019 ના રોજ જી.એસ.ટી. પ્રેક્ટિશનર્સ ઍશોશીએશન ઓફ મહારાષ્ટ્રના લાઇબ્રેરી રૂમ માં મળી હતી. પશ્ચિમ ભારત ના મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા ઉપરાંત દમણ અને દીવ તથા દાદરા અને નાગર હવેલી જેવા કેન્દ્રશાક્ષીત પ્રદેશ નો સમાવેશ આ પશ્ચિમ ક્ષેત્ર માં થાય છે. આ ક્ષેત્ર માંથી અનેક એડવોકેટ્સ, CA તથા ટેક્સ પ્રેક્ટિશનરો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગ માં અન્ય મુદ્દાઓ સાથે વેસ્ટ ઝોન ની 2019 20 તથા 20 21 માટે ની કારોબારી સમિતિ ની રચના કરવાની હતી. વેસ્ટ ઝોન માટેની 40 પ્રોફેશનલ્સ ની આ કમિટી માટે વધુ ઉમેદવારો ના ફોર્મ ભરાયેલ હોઈ ચૂંટણી ની શક્યતા રહેતી હતી. પણ સિનિયર મેમ્બર્સ ની મહેનત તથા વ્યવહારુ દરમ્યાનગીરી ના કારણે અમુક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા ચુંટણી વગર 40 વ્યવસાયીઓ ની કારોબારી ની વરણી બિનહરીફ થઈ ગઈ હતી. કારોબારી ની પ્રથમ મિટિંગ પણ આ સાથેજ મળી હતી. આ મિટિંગમાં વડોદરા ના ભાષકરભાઈ પટેલ ની વેસ્ટ ઝોન ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ હતી. ઉલ્લેખનિય છે કે વેસ્ટ ઝોન માં પ્રથમ વખત કોઈ ગુજરાતી પ્રમુખ ની વરણી કરવામાં આવેલ છે. ટેક્સ ટુડે AIFTP ના વેસ્ટ ઝોન પ્રમુખ ની વરણી થવા બાદલ ભાષકરભાઈ પટેલ ને ખાસ શુભેચ્છાઓ પાઠવે છે. આ ઉપરાંત કારોબારી માં સામેલ થયેલ તમામ ને ખાસ કરીને ગુજરાત ના નીચેના સભ્યો ને વિશેષ આભિનંદન પાઠવે છે.

પ્રણવ શાહ-વડોદરા

નકુલેશ પટેલ-વડોદરા

વિજય શાહ-વડોદરા

દિપક અમીન-વડોદરા

ચિંતન જોશી-વડોદરા

સુનિલ નેવે-ભરૂચ

પ્રશાંત શાહ-સુરત

કલ્પેશ રૂપારેલીયા-જુનાગઢ

ભવ્ય પોપટ-ઉના

આ મિટિંગ નું સફળ આયોજન માટે વેસ્ટ ઝોન ના પ્રમુખ દીપકભાઈ શાહ, ચિરાગભાઈ પારેખ, નિકિતાબેન બધેકા, સમીરભાઈ જાની એ ખાસ જહેમત ઉઠાવી હતી.  CA એસ. વેંક્તરમનીએ ચૂંટણી અધિકારી તરીકે ઉત્તમ ફરજ બજાવી હતી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!