ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા “વર્ચ્યુલ નેશનલ ટેક્સ કોન્ફરન્સ” નું આયોજન: CBDT ચેરમેન પી.સી.મોદી રહ્યા ખાસ ઉપસ્થિત

Spread the love
Reading Time: 2 minutes

ફેઇસલેસ એસેસમેન્ટ અંગે યોજાયું પેનલ ડિશકશન: ૨૭૦૦ થી વધુ ડેલીગેટ્સ આ વેબીનારમાં થયા સહભાગી.

ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ (AIFTP) -વેસ્ટ ઝોન, સેન્ટરલ ગુજરાત ચૅમ્બર ઓફ ટેક્સ કન્સલટંટસ (CGCTC), GST પ્રેકટિશનર્સ એસો. મહારાષ્ટ્ર (GSTPM) તથા વેસ્ટર્ન મહારાષ્ટ્ર ટેક્સ પ્રેકટીશનર્સ એસો.(WPTMA) દ્વારા સાથે મળી પ્રથમ “વર્ચ્યુલ નેશનલ ટેક્સ કોન્ફરન્સ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ૧૨ સપ્ટેમ્બર તથા ૧૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી યોજાશે. આજે આ “વર્ચ્યુલ નેશનલ ટેક્સ કોન્ફરન્સ” ના પ્રથમ દિવસે માનનીય પ્રધાનમંત્રીએ ૧૩ ઓગસ્ટના રોજ ખુલ્લી મૂકેલી “ફેઇસ લેસ” આકારણી અંગે એક પેનલ ડિસકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસકશનમાં મુખ્ય વક્તા તરીકે “સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ” ના ચેરમેન પી. સી. મોદી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીએ જાહેર કરેલ “TEA” Transparency, Efficiency and Accountability નો સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે તેવું કરદાતાઓ તથા કરવ્યવસાયીઑ ને આશ્વાસન આપવામાં આવ્યું હતું. 

આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન AIFTPના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ નિકિતા બધેકાએ કર્યું હતું. આ વેબિનરમાં જયપુરના એડવોકેટ પંકજ ઘીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે AIFTPનો આ ૧૦૦ મો વેબીનાર છે. AIFTP ના વેબિનરોમાં પંકજ ઘીયાનો ખાસ ફાળો રહ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે તમામ આયોજક એસોશીએશનના પ્રમુખોએ ખાસ સ્વાગત વકતાવ્યો આપ્યા હતા.

“વર્ચ્યુલ નેશનલ ટેક્સ કોન્ફરન્સ” ના પેનલ ડિસ્કશનમાં ઇન્કમ ટેક્સના ઉચ્ચ અધિકારીઓએ એવા ડો. પુનિયા તથા કમલેશ વર્ષનેય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કરદાતાઓ વતી આ પેનલમાં જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશ પટેલ તથા વરિષ્ઠ એડવોકેટ ગણેશ પુરોહિત હાજર રહ્યા હતા. આ પેનલ ડિસકશનના મૉડરેટર તરીકે જુનાગઢના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના સેક્રેટરી જનરલ સમીર જાનીએ સેવા આપી હતી. “ફેઇસલેસ એસેસમેન્ટ” અંગેના મહત્વના પ્રશ્નો અંગે પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. 

આ પેનલ ડિશકશન ઉપરાંત ૧૨ સપ્ટેમ્બરના રોજ જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ઉપર દિલ્હીના જાણીતા CA બિમલ જૈન તથા CA અશોક બત્રાના વકતવ્યો રહેશે. આ ઉપરાંત આવતીકાલે રવિવારે પણ જાણીતા વક્તા જયપુરના એડવોકેટ પંકજ ઘીયા, CA અભય દેસાઇ, કોલકતાના એડવોકેટ નારાયણ જૈન જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સના વિષયો ઉપર વકતવ્યો આપશે. આ નેશનલ કોન્ફરન્સને સફળ બનાવવા પૂનાના નારાયણ સોનવણે તથા સમગ્ર ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!