ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ ના સ્થાપના દિન ની સમગ્ર દેશ માં ઉજવણી: જુનાગઢ સહિત ગુજરાતભર ના શહેરોમાં થયા કાર્યક્ર્મ

Spread the love
Reading Time: < 1 minute

તા. 12.11.2019: ભારત ની કરવેરા વ્યવસાયિકો ના સૌથી મોટા એશોશીએશન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ ના 40 માં સ્થાપના દિન ની ઉજવણી 11 નવેમ્બર 2019 ના રોજ સમગ્ર દેશ માં કરવામાં આવી હતી. 11 નવેમ્બર 1976 ના રોજ એશોશીએશન ની સ્થાપના થઈ હતી. આ એશોશીએશન માં દેશભરના એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટીશનર્સ મેમ્બર્સ તરીકે જોડાયેલા છે. ગુજરાત માં જામનગર, વડોદરા સહિત ના શહેરો માં એશોશીએશન નો ધ્વજ ફરકાવી સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ માં ઇન્કમ ટેક્સ ઓફિસ ખાતે એશોશીએશન ના વેસ્ટ ઝોન ના કમિટી મેમ્બર એડવોકેટ કલ્પેશ રુપારેલિયા તથા એડવોકેટ ભવ્ય પોપટ તથા એશોશીએશન ના 30 જેટલા સભ્યો એ હાજર રહી આ કર્યેક્ર્મ ની ઉજવણી  કરેલ હતી. આ કાર્યક્ર્મ માં ઇન્કમ ટેક્સ ઓફિસર શ્રી મકવાણા સહિત ના સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એશોશીએશન ના લાઈફ મેમ્બર બનવા માટે ની હાલ ની ફી માત્ર રૂ. 2500 છે. મેમ્બર બનવા માટે દરેક ટેક્સ એડવોકેટ, C A તથા ટેક્સ પ્રેકટીશનર ને ટેક્સ ટુડે એશોશીએશન વતી ખાસ અપીલ કરે છે. વધુ માહિતી માટે www.aiftponline.org ઉપરથી મળી રહેશે. 9924121700 પર whats app પર પણ મેમ્બર બનવા સંપર્ક કરી શકો છો. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!