કંપોઝીશનના કરદાતાઓએ 31 ઓગસ્ટ 2020 સુધીમાં ભરવાંનું છે GSTR 4… કઈ કઈ વિગતો આપવાની છે આ ફોર્મમાં….જાણો સરળ ભાષામાં

Spread the love
Reading Time: 7 minutes

 

 

 

ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

 

વેપારી મિત્રો , કમ્પોઝીશન ડીલર્સ ……આપ સૌ જાણતા હશો  કે GST કાયદા અન્વયે  કમ્પોઝીશન સ્કીમ વાળા વેપારી શ્રીઓ એ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ થી વર્ષ દરમિયાન ત્રિમાસિક ધોરણે GST ફોર્મ CMP 08  દ્વારા  જે તે ત્રિમાસ અનુસંધાને કરેલ આઉટવર્ડ સપ્લાઈ એટલેકે વેચાણ, RCM પાત્ર ખરીદી અન્વયે ભરવાપાત્ર કમ્પોઝીશન ટેકસ નું પેમેન્ટ કરવાનું હોય છે. જે આપણે ૦૧-૦૪-૨૦૧૯ થી કરી રહ્યા છીએ. આમ, આપણે હાલ ના તબક્કે  એક કમ્પોઝીશન વેપારી તરીકે દર ત્રિમાસ પૂર્ણ થયા બાદ 18 તારીખ સુધીમાં CMP-08 દ્રારા સેલ્ફ એસ્સેસડ કમ્પોઝીશન ટેકસ નું પેમેન્ટ કરીએ છીએ તેમજ નાણાકીય વર્ષ  પૂર્ણ થયા બાદ 3૧ ડીસેમ્બર સુધીમાં (GST કાયદા ની કલમ 44 તથા નિયમ 80 મુજબ નું ) એન્યુંઅલ વાર્ષિક રીટર્ન ફોર્મ GSTR 9A  ફાઈલ કરીએ છીએ . હવે આ ઉપરાંત  નાણાકીય વર્ષ 2019-2020 થી સરકારશ્રી દ્વારા GST કાયદા ની કલમ 39  તેમજ નિયમ 62 થી ઠરાવીને નોટીફીકેશન નંબર 21/2019 /23Apr19 દ્વારા એક નવું વધારાનું રીટર્ન GSTR 4  કમ્પોઝીશન ડીલર માટે નું એપ્લીકેબલ કરેલ છે .તેમજ GSTN પોર્ટલ માં આ ફોર્મ ની વિન્ડો હાલ ઓપન થઇ ગયેલ છે . આમ દરેક કમ્પોઝીશન સ્કીમ વાળા વેપારીશ્રી ઓએ નાણાકીય વર્ષ 2019-2020 થી  ત્રિમાસિક CMP 08 વર્ષ દરમિયાન ફાઈલ કર્યા બાદ અને  એન્યુઅલ રીટર્ન GSTR 9A ફાઈલ કર્યા પહેલા એટલેકે નાણાકીય વર્ષપૂર્ણ થયા પછી 30 એપ્રિલ સુધીમાં રીટર્ન GSTR 4 પણ ફાઈલ કરવાનું છે.

આમ ,GST માં કમ્પોઝીશન ડીલરે ક્યારે કયું રીટર્ન /સ્ટેટમેન્ટ ક્યાં ક્રમ માં ફાઈલ કરવાનું થાય તેની સમજણ નીચે દર્શાવેલ ટેબલ દ્વારા આપવાનો પ્રયાસ કરું છું .

ફાઈલિંગ ક્રમ કમ્પોઝીશન ડીલરે ફાઈલ કરવાના  GST રીટર્ન/સ્ટેટમેન્ટ નો પ્રકાર

 

રીટર્ન /સ્ટેટમેન્ટમાં દર્શાવવાની વિગત –કઈ તારીખ સુધીમાં ફાઈલ કરવાનું
  1 CMP 08  (સેલ્ફ એસેસ્ડ ત્રિમાસિક ટેકસ પેમેન્ટ કરવા માટે નું સ્ટેટમેન્ટ)   આ ત્રિમાસિક સ્ટેટમેન્ટ માં જે તે ત્રિમાસ દરમિયાન કરેલ આઉટવર્ડ સપ્લાઈ /વેચાણ ,RCM  તેમજ તેના પર લાગુ પડતા  કમ્પોઝીશન રેટ  મુજબ ભરવાપાત્ર – ભરેલ  GST ટેકસ ની વિગત અપલોડ –ફાઈલ  કરવાની હોય છે . . આ સ્ટેટમેન્ટ ક્વાર્ટરલી ધોરણે ત્રિમાસ પૂર્ણ થયા પછી ની 18 તારીખ સુધી માં ફાઈલ કરવાનું રહે છે દા.ત . April 20 થી June 20 નું CMP 08 18 JULY 2020 સુધી માં ફાઈલ કરવાનું રહે . GST માં આ ફોર્મ ૦૧-૦૪-૨૦૧૯ થી લાગુ પડેલ છે .
  2 GSTR 4  (Return ફોર ફાઈનાન્સિયલ યર) આમ જોઈએ તો આ એન્યુઅલ રીટર્ન ના ગણી શકાય કેમકે GST એક્ટ ની કલમ 44 તેમજ નિયમ 80 મુજબ GSTR 9A ને એન્યુઅલ રીટર્ન તરીકે ઠરાવેલ છે. GSTR 4 માં કમ્પોઝીશન ડીલરે મુખ્યત્વે  વર્ષ દરમિયાન કરેલ રજીસ્ટરડ ડીલર ની ખરીદી/ઈન્વરડ સપ્લાઈ –RCM વાળી RD ખરીદી – નું GSTN -પાર્ટી વાઈઝ, ટેકસ રેટ વાઈઝ સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે. ઉપરાંત વર્ષ દરમિયાન કરેલ URD ખરીદી – મેળવેલ ઈમ્પોર્ટ સર્વિસ ની વિગત તેમજ વાર્ષિક outward સપ્લાઈ વેચાણ ની વિગત ફાઈલ કરવાની છે. વર્ષ દરમિયાન ચારેય ક્વાર્ટર ના CMP 08  ફાઈલ થયા પછી એટલેકે જે તે નાણાકીય વર્ષ પૂર્ણ થયે ૩૦ એપ્રિલ સુધીમાં GSTR 4 ફાઈલ કરવાનું છે . ક્વાર્ટરલી ફાઈલ કરેલ CMP 08 માં ભૂલથી ઓછી ટેકસ લયેબીલીટીઝ દર્શાવાયેલ હોય તો આ રીટર્ન માં એક્ચ્યુંઅલ દર્શાવી વધઘટ નો ટેકસ ભરી શકાશે –ચારેય ક્વાર્ટર ના CMP 08 ફાઈલ કરેલ હશે ત્યાર પછીજ આ રીટર્ન પોર્ટલ માં એનેબલ થશે . આ રીટર્ન લેઈટ ફાઈલ થયે લેઈટ ફી લાગશે . GST માં આ ફોર્મ F.Y. 19-20 થી લાગુ પડેલ છે . આ રીટર્ન માં પાછલા નાણાકીય વર્ષ નું એગ્રીગેટ TURNOVER પણ  દશાવાવાનું રહે છે .

 

  3 GSTR 9A  (એન્યુઅલ રીટર્ન ) GSTR 9A  એ કમ્પોઝીશન ડીલરે દર વર્ષે ફાઈલ કરવાનું રહેતું એન્યુઅલ રીટર્ન

છે જે તે  નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછી ૩૧ ડીસેમ્બર સુધી માં ફાઈલ કરવાનું હોય છે દા.ત. વર્ષ 2019-20 નું GSTR 9A 31-12-2020 સુધી માં ફાઈલ કરવાનું

છે.જો કે સર્ક્યુલર નં 124/43/2019 થી ના. વર્ષ 17-18 તથા 18-19 માટે આ રીટર્ન ફાઈલ કરવું ઓપ્શનલ છે .આ રીટર્ન માં કંપોઝીશન ડીલરે વર્ષ દરમિયાન કરેલ OUTWARD-INWARD સપ્લાઈ (વેચાણ –ખરીદી) તથા ટેકસ તેમજ એમેન્ડમેન્ટસ –ક્રેડીટ રિવર્સલ ની કોન્સોલીડેટેડ માહિતી આપવાની છે

 

Covid-19 માં કરવામાં આવેલ મુદત વધારો:

હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ ને સરકારશ્રી એ નાણાકીય વર્ષ 2019-2020 માટે ફાઈલ કરવાના રહેતા રીટર્ન GSTR 4  ની સમય મર્યાદા તા. 13 જુલાય 2020 નો નોટીફીકેશન નં. 59/2020 ઇસ્યુ કરીને તારીખ 31-08-2020 સુધી લંબાવેલ છે . એટલેકે નાણાકીય વર્ષ 2019-2020 નું  GST રીટર્ન  GSTR 4 દરેક કમ્પોઝીશન ડીલર્સએ 31-08-2020 સુધી માં ફાઈલ કરવાનું રહે છે.

 GSTR 4  માં 7 ટેબલ માં અલગ અલગ ટ્રાન્ઝેકશન વાઈઝ ડેટા ફાઈલ કરવાનો છે  તેમાં શું શું ડીટેઇલ આવે તે ટેબલ વાઈઝ સમજીએ

ટેબલ નં. 4 A  Inward Supplies received  from registered supplier (other than Reverse  charge )  રજીસ્ટરડ વેપારી (પર્સન) પાસેથી વર્ષ દરમિયાન કરેલ inward supply (ખરીદી) ની  GSTN /પાર્ટી વાઈઝ – રેટ વાઈઝ ડીટેઇલ (RCM સિવાય)

સપ્લાયર નો GSTN સપ્લાયર નું નામ ટેકસેબલ વેલ્યુ વેરાનો દર IGST CGST SGST CESS
 

આ ટેબલ માં નોર્મલ ખરીદી એટલેકે રજીસ્ટરડ વેપારી (પર્સન) પાસેથી વર્ષ દરમિયાન કરેલ inward supply (ખરીદી) ની  GSTN /પાર્ટી વાઈઝ – રેટ વાઈઝ ડીટેઇલ (RCM સિવાય) ની આપવાની છે. અહી ઇન્વોઇઝ વાઈઝ ડીટેઇલ આપવાની નથી પણ પાર્ટી વાઈઝ – વેરાના દર વાઈઝ વાર્ષિક સમરી આપવાની છે આ ટેબલ માં સૌપ્રથમ સપ્લાયર નો GST નંબર એન્ટર કરવાનો છે. જેથી સપ્લાયર નું ટ્રેડ/લીગલ નેમ આવશે ત્યાર બાદ વર્ષ દરમિયાન તેમની પાસે થી  લીધેલ કુલ inward supply (ખરીદી) ની ટેકસેબલ વેલ્યુ દર્શાવી વેરાનો દર સિલેક્ટ કર્યે થી ટેકસ ની વેલ્યુ ઓટોમેટીક રિફ્લેકટ થાશે. એજ  સપ્લાયર પાસે થી અલગ વેરા ના દર વાળી ખરીદી હોય તો ફરીથી GST નંબર એન્ટર ન કરતા તેમાંજ ADD બટન ક્લિક કરી ટેકસેબલ વેલ્યુ દર્શાવી તેમજ વેરા નો દર સિલેક્ટ કરી સેવ કરવાનું રહેશે.

ટેબલ નં. 4 B  Inward Supplies received from registered supplier (attracting Reverse  charge ) રજીસ્ટરડ વેપારી (પર્સન) પાસેથી વર્ષ દરમિયાન કરેલ inward supply (ખરીદી) નું GSTN /પાર્ટી વાઈઝ – રેટ વાઈઝ ડીટેઇલ (RCM  ટેકસ પાત્ર)
સપ્લાયર નો GSTN સપ્લાયર નું નામ -ગામ ટેકસેબલ વેલ્યુ વેરાનો દર IGST CGST SGST CESS
               
આ ટેબલ માં વર્ષ દરમિયાન નોંધાયેલ વેપારી /પર્સન  પાસેથી જો રીવર્સ ચાર્જ (RCM) પાત્ર inward supply (ખરીદી) કરેલ હોય તો તેની વિગત GSTN , રેટ વાઈઝ દર્શાવવાની રેહશે . દા. ત.  Registered GTA પાસેથી વર્ષ દરમિયાન મેળવેલ RCM પાત્ર inward supply ની ડીટેઇલ અહી દર્શાવવાની રહે.

 

ટેબલ નં. 4 C  Inward Supplies received from Un registered supplier: URD વેપારી (પર્સન) પાસેથી વર્ષ દરમિયાન કરેલ inward supply (ખરીદી) ની  PAN /પાર્ટી વાઈઝ – રેટ વાઈઝ ડીટેઇલ  

સપ્લાયર નો PAN સપ્લાયર નું નામ RCM YES/NO ટેકસેબલ વેલ્યુ વેરાનો દર IGST CGST SGST CESS

 

વર્ષ દરમિયાન જો અનરજીસ્ટરડ ડીલર/પર્સન  પાસે થી inward supply (ખરીદી) મેળવેલ હોય તો તેની વિગત PAN વાઈઝ , રેટ વાઈઝ આ ટેબલ માં દર્શાવવાની છે

 

ટેબલ નં. 4 D  IMPORT OF SERVICE  વર્ષ દરમિયાન કોઈ સર્વિસ ઈમ્પોર્ટ કરેલ હોય તો તેની સમરી

પ્લેસ ઓફ સપ્લાઈ ટેકસેબલ વેલ્યુ વેરાનો દર IGST CESS

 

આ ટેબલ માં વર્ષ દરમિયાન જો કોઈ સર્વિસ ઈમ્પોર્ટ કરેલ હોય તો તેની ડીટેઇલ રેટ વાઈઝ અહી આપવાની રહે .

 

ટેબલ નં. 5 SUMMARY OF SELF ASSESSED LIABILITY AS PER FORM CMP-08 (NET OF CN DN  ADVANCE OTHERS) વર્ષ દરમિયાન ત્રિમાસિક ધોરણે ફોર્મ CMP 08 દ્વારા દર્શાવેલ Out-ward  સપ્લાઇ (વેચાણ) તેમજ ભરેલ  ટેકસ ની વાર્ષિક સમરી

TURN OVER (Rs.) CGST SGST IGST CESS
વાર્ષિક કુલ Outward supply ( વેચાણ)  <Auto>        
RCM ટેકસ પાત્ર  inward supply (હોય તો)  <Auto>        
વાર્ષિક કુલ ટેકસ ભરેલ  <Auto>        
વાર્ષિક કુલ INTEREST ભરેલ  <Auto>        

 

GSTR 4 નું આ ટેબલ નોન એડીટેબલ છે એટલેકે આ ટેબલ માં કોઈ ડેટા એન્ટર કરવાનો નથી  કેમકે  GSTN પોર્ટલ માં આ ટેબલ

ની ડીટેઇલ આપણે ફાઈલ કરેલ CMP 08 માં થી ઓટો ટ્રાન્સફર થઇ ને રીફ્લેક્ટ થશે  જે  ફક્ત વેરીફાઈ કરી ઓકે /સેવ કરવાનું રહેશે

 

ટેબલ નં. 6  Tax rate wise details of Outward supplies/inward (RCM) supplies   (Net of CN/DN ADVANCE OTHERS ) રેટ વાઈઝ – વાર્ષિક કમ્પોઝીશન ટેકસ પાત્ર outward supply (વેચાણ) ,RCM પાત્ર inward supply(ખરીદી) તથા તેની ઉપર ના ટેકસની ડીટેઇલ

સપ્લાય નો પ્રકાર કમ્પોઝીશન ટેકસ રેટ ટેકસેબલ વેલ્યુ IGST CGST SGST CESS
outward supply (વેચાણ)            
RCM પાત્ર inward supply(ખરીદી)            

 

GSTR 4 રીટર્નનું આ ટેબલ અગત્યનું એટલા માટે છે કે અહી અગાવ ત્રિમાસિક  બેઝીઝ ઉપર CMP 08 ફાઈલ કરતી વખતે

શરતચૂક થી out ward supply (વેચાણ) કે RCM પાત્ર inward supply  તથા તેના ટેકસ ની વિગત ઓછી/વધુ  દર્શાવાય ગયેલ હોય કે દર્શાવવાની રહી ગયેલ હોય તો અહી તે એડ/એડજસ્ટ કરી દર્શાવી શકાશે . એટલેકે CMP 08 માં ડેટા ફાઈલ કરવા માં થયેલ ભૂલ કે શોર્ટ પેમેન્ટ અન્વયે અહી હિસાબો મુજબ નું   એક્ચ્યુઅલ ટર્નઓવર દર્શાવી શકાશે

 

ટેબલ નં 7 TDS / TCS credit RECEIVED DETAIL

TDS/TCS કરનાર / e Commerce ઓપ. નો GSTN ગ્રોસ વેલ્યુ CGST SGST

 

GST કાયદા ની કલમ 51  કે 52  ની જોગવાઈ અનુસાર વર્ષ દરમિયાન જો કોઈ ટેકસ નું deduction કે collection થયેલ હોય તો તેની GSTN વાઈઝ ડીટેઇલ અહી દર્શાવવાની થાય આ ડેટા પણ પોર્ટલ દ્વારા ઓટો પોપ્યુલેટ થશે તેવું હું માનું છું.

 

ટેબલ નં 8 TAX -INTEREST-LATE FEE PAYABLE AND PAID વાર્ષિક કુલ ભરવા પાત્ર – ભરેલ ટેકસ વ્યાજ તેમજ લેઇટ ફી ની વિગત

Tax Head Tax Payable as per table 6 Paid by CMP 08 during year Negative Liability Adjustment Tax Paid Int. Paid Late fee
IGST  <Auto>  <Auto>        
CGST  <Auto>  <Auto>        
SGST  <Auto>  <Auto>        
CESS  <Auto>  <Auto>        

 

GSTR 4 ના 7 ટેબલ માં ડીટેઇલ સેવ કર્યા પછી  Proceed to file  કર્યે થી સીસ્ટમ જનરેટેડ GSTR 4 ડિસ્પ્લે થશે પછી continue કરવાથી GSTR 4 નું છેલ્લું ટેબલ  નં. 8 કેશલેજર સાથે   ઓપન થશે આ લાસ્ટ  ટેબલ માં વાર્ષિક કુલ ભરવાપાત્ર કમ્પોઝીશન ટેકસ ટેબલ નંબર 6 ઉપર થી રીફ્લેક્ટ થશે તેમજ વર્ષ દરમિયાન CMP 08 થી ભરેલ ટેકસ ની રકમ નું એડજેસ્ટમેન્ટ તેની સાથે થશે  અને જો કોઈ ડીફરન્ટ ટેકસ પેયેબલ રહેશે તો તેનું ચલન અહીથીજ જનરેટ કરી શકાશે અને તેનું પેમેન્ટ થયા બાદ છેલ્લે EVC  કે ડીજીટલ સિગ્નેચર દ્વારા રીટર્ન ફાઈલ કરવાનું રહેશે

    આમ એક કમ્પોઝીશન ડીલરે હવે વર્ષ 19-20  થી વધારાનું રીટર્ન GSTR 4 પણ ફાઈલ કરવાનું રહે છે. દરેક કમ્પોઝીશન ડીલરે તેમણે વર્ષ દરમિયાન મેળવેલ દરેક પ્રકાર ની inward supply (ખરીદી) નો ડેટા GSTN /સપ્લાયર વાઈઝ  કોમ્પ્યુટર માં કે અલગ રજીસ્ટર માં મેઇન્ટેન રાખવો જોઈએ  જેથી GSTR4 માટેનો ડેટા સરળતાથી તૈયાર થઇ શકે. વર્ષ 19-20 નું રીટર્ન GSTR 4 ફાઈલ કરવાની લાસ્ટ ડેટ 31-08-2020 છે આ રીટર્ન GSTN પોર્ટલ માં online કે OFFLINE ટૂલ દ્વારા ફાઈલ થઇ શકશે . પોર્ટલ માં હજુ OFFLINE TOOL અવેલેબલ નથી . કમ્પોઝીશન ડીલરે GSTR 4 ફાઈલ કરવા માટે કઈ કઈ detail જરૂરી રહે તેની માહિતી આપવાનો મારો આ હેતુ છે તેમજ  અહી મેં online ફાઈલ કરવા અંગે ની માહિતી આપવા પ્રયાસ કરેલ છે . મારા આ પ્રયાસ માં કોઈ ભૂલ જણાય તો સુધારીને ધ્યાને દોરવા વિનંતી…………..વંદે માતરમ ……

અસ્તુ

ધર્મેશ પરમાર – જુનાગઢ

 

1 thought on “કંપોઝીશનના કરદાતાઓએ 31 ઓગસ્ટ 2020 સુધીમાં ભરવાંનું છે GSTR 4… કઈ કઈ વિગતો આપવાની છે આ ફોર્મમાં….જાણો સરળ ભાષામાં

  1. પત્રક વિશે ખુબ સરળ ભાષામાં સાદી સમજાવટ પુર્વક દરેક ટેબલ ની વિગતવાર કાયદાકીય માહિતી આપવામાં આપેલ છે.

    ખુબ ખુબ આભાર
    નિમીષ મોદી
    વડોદરા

Comments are closed.

error: Content is protected !!