કામપોઝિશન સ્કીમ માં જવું છે??? ધ્યાન આપો આ બાબતો પર… પ્રશ્ન એ પણ છે કે 2019 20 માટે કામપોઝિશન ની અરજી થતી ન હોઈ તો અરજી કરવી ક્યારે??

Spread the love
Reading Time: 3 minutes

તા: 09.03.2019: ઉના:

By લલિત ગણાત્રા તથા ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

આજે આપણે કોમ્પોઝીશન સ્કીમ ઉપર વાત કરીએ.
આપણને એવું લાગે છે કે કોમ્પોઝીશન સ્કીમ બહુ સહેલી અને સરળ છે એટલે તેનાં ઉપર વધારે જાણવાની જરૂર નથી પણ ના એવું નથી.

કોમ્પોઝીશન સ્કીમમાં એપ્લાય કરીએ તે પહેલાં તેની ઉપર બહુ કાળજી લેવી જરૂરી છે.

કોમ્પોઝીશન સ્કીમ માં કોણ જઈ શકે છે તે વીષય પર વાત કરીએ.

1) નાણાકીય વર્ષ 19-20 માટે એપ્લાય કરવા માટે આગલા વર્ષ નું ટર્નઓવર જો 1.5 કરોડ કે તેનાંથી ઓછું હોવું જોઈએ

2) તે ઉપરાંત કોમ્પોઝીશન ગુડ્સ ના ટર્નઓવરના 10 ટકા ટેક્ષબલ સર્વિસ અથવા 5 લાખ જે વધારે હોય એટલી સર્વિસ પણ કોમ્પોઝીશનમાં હમણાં લાગું થયેલા સુધારા એકટથી એલાઉ કરવામાં આવી છે.

3) આ ઉપરાંત રેસ્ટોરન્ટ સર્વિસ આપનાર પણ સેકશન 10 નીચે એપ્લાય કરી શકે છે.

4) આ ઉપરાંત 07.03.19 ના નવાં રેઈટ નોટીફીકેશન મુજબ કોમ્પોઝીશન ફોર સર્વિસ જે ફકત 50 લાખ સુધીની સર્વિસ આપનાર માટે 6 ટકા ટેક્ષ સાથે લાવવામાં આવી છે. આને સેકશન 10 સાથે જોડેલ નથી પણ તેની જેવી જ શરતો સાથે લાવવામાં આવી છે. આ સ્કીમમાં એપ્લાય કઈ રીતે કરવાનું છે અને ક્યાં પ્રકારના રીટર્ન ભરવાના છે તેની માહિતી મેળવી પછી જ આગળ વધવું સલાહભરેલું રહેશે.

કોમ્પોઝીશન સ્કીમ માં કોણ ના જઈ શકે છે તે વીષય પર વાત કરીએ.

1) જેમનું ટર્નઓવર 1.5 કરોડથી વધારે છે.

2) નોન-જીએસટી ગુડ્સ એટલેકે પેટ્રોલ, ડીઝલ કે જે જીએસટીમાં નથી તેવા ગુડ્સનો વેપાર કરતાં હોય તો તમે કોમ્પોઝીશન સ્કીમનો લાભ લઈ શકતાં નથી.

3) આતરરાજ્ય સપ્લાય કે વેચાણ કરો તો પણ તમે કોમ્પોઝીશનમાં નથી જઈ શકતા. આતરરાજ્ય ખરીદી કરી શકો છો.

4) કોઈપણ રકમની ઈ-કોમર્સના માધ્યમથી કરવામાં આવેલ સપ્લાય હોય તો પણ કોમ્પોઝીશનમાં જઈ શકાતું નથી.

5) મોટાભાગના મેન્યુફેક્ચરિંગ કરતાં યુનીટ કોમ્પોઝીશનમાં જઈ શકે છે પણ આઇસક્રીમ બનાવી વેચનાર, બરફ ઉત્પાદક, તમાકુ અને પાન મસાલા ઉત્પાદક કોમ્પોઝીશનમાં જઈ શકતાં નથી.

નવા વર્ષથી કોમ્પોઝીશનમાં જવા ઇચ્છતા ટેક્ષબલ પરસન એ અરજી ક્યારે કરવાની રહે તે ઉપર વાત કરીએ:

નાણાકીય વર્ષ 19-20 માં કોમ્પોઝીશન મા જવા માટે 01.03 2019 થી 31.03.2019 સુધીમાં અરજી કરવાની રહે છે.

એટલેકે વર્ષ ચાલુ થયાં પહેલાના એક મહીને. અત્યારે વેબસાઈટ ઉપર ટેકનીકલ ઈશ્યુ છે એવી માહિતી પણ છે. જેવો ચાલુ વર્ષમાં કોમ્પોઝીશનમાં હતાં તેઓએ નવી કોઈ પણ અરજી કરવાની રહેતી નથી.

કોમ્પોઝીશન માં ટેક્ષ ની જવાબદારી

1) ટ્રેડર માટે કરપાત્ર ટર્નઓવરના 0.50 ટકા CGST અને 0.50 ટકા SGST

2) ઉત્પાદક માટે કુલ ટર્નઓવરના (માફી પાત્ર સહિત) 0.50 ટકા CGST અને 0.50 ટકા SGST

3) રેસ્ટોરન્ટ માટે 2.50 ટકા CGST અને 2.50 ટકા SGST

4) કોમ્પોઝીશન ફોર સર્વિસ 07.03.19 ના નોટીફીકેશન મુજબ 3.00 ટકા CGST અને 3.00 ટકા SGST

તે ઉપરાંત સેકશન 9(3) મુજબનો નક્કી કરેલ ચીજ વસ્તુ સેવા ઉપર રીવર્સ ચાર્જ ભરવાની જવાબદારી પણ આવશે

કોમ્પોઝીશન સ્કીમમાં જનારે પોતાના બીલ ઉપર અલગથી ટેક્ષ ઉઘરાવતા નથી એવું લખવું ફરજિયાત છે અને બીલમા ટેક્ષ અલગ ઉઘરાવાનો નથી તે ઉપરાંત ધંધાના સ્થળ પર પણ આવું લખવું જરૂર રહેશે.

આ સ્કીમમાં નવા જોડાવા ઈચ્છાતા વેપારીઓએ 31.03.2019 ના રોજ રહેલ સ્ટોકની બધી ઈનપુટ રીવર્સ કરવાની રહેશે. આ માટેનું જરૂરી ફોર્મ ITC-03 01.04.19 થી 60 દીવસમાં ભરી સ્ટોકનો બધો ઈનપુટ ટેક્ષ ભરી દેવાનો રહેશે. અને આમ ના કરવાથી પીનલ એકશન આવી શકે છે. જો આપ નવા નાણાકીય વર્ષથી કોમ્પોઝીશન સ્કીમમાં જવા ઇચ્છાતા હો તો 31 માર્ચ પહેલા આપના ટેક્ષ સલાહકાર ને ચોક્કસ જાણ કરજો અને ITC03 ના ફોર્મેટ મુજબ સ્ટોકની વીગત આપજો.

આ તો થઈ એક કરદાતા ની વાત. પણ GST પોર્ટલ નું શુ? શુ તેના ઉપર કાયદા તથા નિયમો લાગુ નથી પડતા???? આજે માર્ચ મહિનાની 9 તારીખ સુધી પણ 2019 20 સુધી નું કામપોઝિશન અરજી નું ફોર્મ પોર્ટલ પર શરૂ થયું નથી. ટેક્સ ટુડે અપીલ કરે છે કે કામપોઝિશન પરવાનગી ની અરજી તાત્કાલિક ધોરણે પોર્ટલ પાર શરૂ કરવામાં આવે.

આ લેખમાં આપેલ મંતવ્ય અમારા વ્યક્તિગત મંતવ્ય છે. વધારે વીગત માટે આપના ટેક્ષ સલાહકાર નો સંપર્ક કરી શકો છો

error: Content is protected !!