કાયદા પ્રમાણે પોર્ટલ નહીં પોર્ટલ પ્રમાણે કાયદો!!!! હવે જી.એસ.ટી. રિટર્ન ની છેલ્લી તારીખ અલગ અલગ કરદાતાઓ માટે અલગ અલગ!!!

GST
Spread the love
Reading Time: 2 minutes

તા. 22.01.2020: ડિસેમ્બર 2019 ના 3B રિટર્ન ભરવામાં જી.એસ.ટી. પોર્ટલ પર મુશેકેલી ની ફરિયાદ ખૂબ મોટા પ્રમાણમા ઉઠવા પામી હતી. આ અંગે Twiter ઉપર #gstnfailed તથા #GSTR3B 20 અને 21 જાન્યુઆરી ના રોજ trend કરતાં હોવાના સમાચારો પણ મળ્યા. દર મહિને રિટર્ન ભરવાના છેલ્લા દિવસો માં જી.એસ.ટી. પોર્ટલ સુસ્ત બની જાય છે. આ મુશ્કેલી દૂર કરવા આજે નાણાં મંત્રાલય દ્વારા એક પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવેલ છે. હાલ, કંપોઝીશન ની પરવાનગી ધરાવતા કરદાતાઓ સિવાય ના તમામ કરદાતાઓ માટે GSTR 3B ભરવાની છેલ્લી તારીખ મહિનો પૂરો થયા પછીના 20 દિવસ ની છે. આજે આવેલ પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે હવે જી.એસ.ટી રિટર્ન 3B ભરવાની છેલ્લી તારીખ નીચે મુજબ રહેશે.

 

કરદાતાઓ નો પ્રકાર છેલ્લી તારીખ
પાછલાં વર્ષમાં 5 કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા મહિનો પૂરો થયા પછીની 20 તારીખ
પાછલાં વર્ષમાં 5 કરોડ થી નીચે ટર્નઓવર ધરાવતા કરદાતા
છતીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નાગર હવેલી, મહારાષ્ટ્ર, કર્નાટક, ગોવા, લક્ષદ્વીપ, કેરેલા, તામિલનાડું, પૂડીચરી, આંદામન અને નિકોબાર આઇલેન્ડ, તેલંગાણા તથા આંધ્ર પ્રદેશ ના કરદાતાઓ માટે 

 

મહિનો પૂરો થયા પછીની 22 તારીખ
આ સિવાય ના રાજ્યો તથા કેન્દ્ર શાશિત પ્રદેશો મહિનો પૂરો થયા પછીની 24 તારીખ

જાણકારો અવારનવાર કહેતા હોય છે કે સામાન્ય રીતે કાયદો તથા નિયમો પ્રમાણે પોર્ટલ (વેબસાઇટ) બનાવવા માં આવે છે, પણ જી.એસ.ટી. માં પોર્ટલ (વેબસાઇટ) મુજબ કાયદા અને નિયમો બનાવવામાં હોય તેવું લાગી રહ્યું છે. ઉપરોકત સુધારોએ આ અંગેનું ઉતમ ઉદાહરણ છે તેવું લાગી રહ્યું છે. જે હોય તે, કરદાતાઓ, ખાસ કરી ને ટેક્સ પ્રેકટિશનરોને (OTP મેળવવા ) 2 દિવસ વધુ મળશે તે બાબત ચોક્કસ છે. જોકે એક બાબત ધ્યાને રાખવી ખાસ જરૂરી છે કે હજુ આ અંગે કોઈ નોટિફિકેશન આવ્યું નથી. આ નોટિફિકેશન આવ્યા થી નક્કી થશે કે આ ફેરફારો કયારથી અને કેવી રીતે લાગુ થશે. જ્યાં સુધી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી જૂના નીયમો જ લાગુ રહેશે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!