કેન્દ્ર સરકારના જીએસટી પોર્ટલ વારંવાર ક્રેશ થવાના મામલે અમરેલી ટેક્સ બાર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
તા. 13.02.2020: કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ પેયરોને હાલાકી ના પડે તે માટે જીએસટી પોર્ટલ બહાર પાડેલું છે અને જીએસટી અંગેની તેમાં જ કાર્યવાહીઓ કરવાની હોય છે. દર મહીનાની આખરમાં સમગ્ર ભારતભરમાં આ પોર્ટલનો ઉપયોગ વધી જવાને કારણે આખરમાં આ જીએસટી પોર્ટલ ક્રેશ થઈ જાય છે. આના હિસાબે વેપારીઓ અને વકીલોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સમગ્ર દેશના ટેક્સ બાર એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પણ કોઈ જ આ પ્રશ્નનું હજુ સુધી નિરાકરણ ના આવતા 12 ફેબ્રુઆરીના રોજ અમરેલી ટેક્સ બાર એસોસિએશન સહિત સમગ્ર ગુજરાતના ટેક્સ એસોસીએશનો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શવતા જિલ્લા અધિક કલેકટર, સ્ટેટ જીએસટી ઓફિસ તેમજ સેન્ટ્રલ જીએસટી ઓફિસે આવેદન પત્ર પાઠવવાનું નક્કી કરેલ તેના અનુસંધાને અમરેલી ટેક્સ બાર એસોસિએશન દ્વારા અમરેલી જિલ્લા અધિક કલેકટર ને કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવી આવેદન પત્ર પાઠવવામાં આવેલ. અને જીએસટી પોર્ટલના ક્રેશ થવાને કારણે પડતી પારાવાર પરેશાની ના કાયમી ઉકેલ તાત્કાલિક લાવવા માટે રજુઆત કરી હતી. નીરવ ઝીંઝૂવાડીયા, ટેક્સ ટુડે અમરેલી