કોડીનાર ની રાજદીપ સ્કૂલ માં ઉજવાયો એન્યુલ ડે

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા:18.03.19: કોડીનાર ની જાણીતી રાજદીપ સ્કૂલ દ્વારા પોતાનો 5મો એન્યુલ ડે ની ઉજવણી એક રંગારંગ કાર્યક્રમ મેરા બચપન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોડીનાર ના ભૂતપૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકી, અબુંજા સિમેન્ટ ફેક્ટરી ના જનરલ મેનેજર વી મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના બાળકો દ્વારા વિવિધ ડાન્સ તથા નાટક પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સૌથી અલગ તથા આકર્ષક બાબત એ લાગી કે સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન શાળાના બાળકો દ્વારાજ હિન્દી તથા ઈંગ્લીશ માં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું એન્કરિંગ કરતા બાળકો ની “સ્પીચ” તથા “ડાયલોગ ડિલીવરી” ખાસ આકર્ષણ નું કેન્દ્ર હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા મેનેજમેન્ટ પરિવાર ના અશ્વિનભાઈ બારડ, મહાવીરસિંહ બારડ, પ્રિન્સિપાલ, ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ તથા બાળકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી: કિરણ પોપટ ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!