ખુશીના સમાચાર બજેટ 2019મા ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખ થી 5 લાખની થઇ શકે છે !!

Spread the love
Reading Time: < 1 minute

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ સરકારને આગામી બજેટમાં ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદાને વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરવાનો આગ્રહ કર્યો છે. સાથે જ કલમ 80સી હેઠળ કપાતની સીમાને વધારીને 2.50 લાખ રૂપિયા કરવાની માંગ પણ કરી છે. સામાન્ય બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.

સીઆઈઆઈ નાણા મંત્રાલયને બજેટ પૂર્વ ભલામણોમ મોકલે છે આ વખતે સીઆઇઆઇએ ઉપર મુજબના તથા વ્યક્તિગત ઈન્કમ ટેક્સના સૌથી ઉંચા સ્લેબને પણ 30 થી ઘટાડીને 25 ટકા કરી દેવો જોઇએ તેવો મંતવ્યો રજૂ કર્યા છે. આ ઉપરાંત મેડિકલ ખર્ચ અને પરિવહન ભથ્થાં પર ઈન્કમ ટેક્સ મળવી જોઇએ તેવો મંતવ્ય પણ રજૂ કરેલ છે.

સીઆઈઆઈએ સૂચન કર્યું છે કે  5 લાખ સુધી ટૅક્સ ફ્રી 5 થી 10 લાખ સુધીની આવક પર 10% , 10 થી 20 લાખની આવક પર 20 % અને 20 લાખ ઉપરની આવક પર 25 % ઇનકમ ટૅક્સ લગાવો.

સીઆઈઆઈએ એ પણ ભલામણ કરી છે કે કંપની દ્વારા ભરવામાં આવતો કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો કરી 25 ટકા કરી પછી તેને તબક્કાવાર ઘટાડીને 18 ટકા પર લાવી દેવા જોઇએ.  આ ઉપરાંત સીઆઈઆઈએ એ પણ ભલામણ કરી છે કે ઈન્કમ ટેક્સ કાનૂનની કલમ 80સી હેઠળ કપાતની સીમાને 1.50 લાખથી વધારીને 2.50 લાખ રૂપિયા કરી દેવી જોઇએ.

બચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને પૂર્ણ બજેટ  ત્યારબાદ ચૂંટાઇને આવનાર નવી સરકાર રજૂ કરશે.

error: Content is protected !!