ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ઉના દીવ જોઇન્ટ ટેક્સ પ્રેકટીશનર એશોસીએશન દ્વારા સરકારશ્રીને કરેલ રજુઆત GST કાઉન્સીલ દ્વારા માન્ય રખાઇ.

Spread the love
Reading Time: 2 minutes

ઉના, તા: 02.01.2019: જુલાઈ 18 માં અમદાવાદ ખાતે 26 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશના 217 જેટલા કાર વ્યવસાયિકોએ જીએસટી અન્વયે અનેક રજૂઆતોમાં સામંજસ્ય જળવાય તે માટે નેશનલ એક્શન કમિટીનું ગઠન કરેલ હતું અને તારીખ 2- નવેમ્બરે ભારતના લગભગ દરેક ભાગમાંથી જીએસટી કાયદામાં સુધારા અન્વયે એકસરખી રજૂઆતો કરવામાં આવેલ હતી.

દીવ તથા ગીર સોમનાથ જીલ્લામાં આ રજૂઆતો નવીન ભીંડોરા તથા ભવ્ય પોપટ ના કો-ઓર્ડિનેશનથી ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ઉના દીવ જોઇન્ટ ટેક્સ પ્રેક. એશો. દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કુલ 13 માંગણી હતી જેમાંથી મુખ્ય પાંચ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી જે નીચે મુજબ છે.

  1. જીએસટી પત્રક માં લાગતી લેટ ફી માફ કરવામાં આવે.
  2. વર્ષ 2017-18 ની બાકી રહેતી ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ 31 – માર્ચ સુધી માંગવાની છૂટ મળે.
  3. GSTરિફંડ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ થાય. તથા GST રિફંડની તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય
  4. વાર્ષિક પત્રકો અને રીકન્સિલેશન સ્ટેટમેન્ટમાં સુધારા કરવામાં આવે.
  5. વાર્ષિક પત્રકો અને રીકન્સિલેશન સ્ટેટમેન્ટ એટલે કે ફોર્મ GSTR 9 અને 9C દાખલ કરવાની મુદત 30/06/2019 કરવામાં આવે

        નેશનલ લેવલના દરેક નાના – મોટા અને ક્ષેત્રિય એશોસીએશનોના કાર્યોમાં એકસૂત્રતા લાવવા માટે કાર્યરત નેશનલ એક્શન કમિટીના પ્રયાસોથી સમગ્ર ભારતના દરેક રાજ્યોના અનેક જિલ્લાઓમાં એક-સમાન થયેલ હતી અને તેમાથી બહુધા રજૂઆતો સ્વીકારાતા તમામ ટેક્સ પ્રોફેશનલ્સને સંગઠિત થઈ કાર્યો કરવા માટે અનેકગણું પ્રોત્સાહન મળેલ છે અને GST અંતર્ગત પ્રમાણપત્રિય અધિકારો સહિતની બાકીની અસ્વીકૃત રહેલ માંગણીઓ બાબતે અગાઉના કાર્યક્રમોમાં જોડાયેલ હતા તેવા સહિતના અનેક વ્યવસાયિક સંગઠનો આગામી સમયમાં અનેક કાર્યક્રમો કરશે અને વેપારીઓને GST અન્વયે જાગુત પણ કરશે તેવું જણાવાયેલ છે.

સદર માંગણીઓ ના સ્વીકારથી વેપારીઓને અનેક પ્રકારની રાહતો થશે; સરકારી કાર્યોમાં પારદર્શિતા આવશે તેવુ એશોસીએશનના સયોજ્ક ભવ્ય પોપટ  જણાવી રહ્યા છે. તેઓ આ માંગણીઓ સ્વીકારાયાંનો તમામ શ્રેય ભારતના તમામ વ્યવયાસીક મિત્રોને તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી,ઉપ-મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ,GST કાઉન્સીલ ના ગુજરાતનાં સભી શ્રી ડો. પી. ડી. વાધેલા સાહેબ તથા વેપારી મિત્રો ને આપે છે અને દરેકને વેપારીઓ – વ્યવસાયિકોને ફાયદાકારક છે તેવી GST સરલીકરણની માંગણીઓ સ્વીકારાવા પાછળ ઉઠાવેલ જહેમત માટે આભાર માને છે.

બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

ભવ્ય પોપટફોન : 9924121700

error: Content is protected !!