ગુજરાત ચેમ્બરની મહત્વપૂર્ણ ચુંટણીમાં પ્રગતિ પેનલની જીત

Spread the love
Reading Time: < 1 minute

હેમંતભાઈ શાહ બન્યા ચેમ્બરના નવા સિનિયર વાઇસ પ્રેસીડંટ: જયેન્દ્રભાઈ તન્ના દ્વારા હાર ખેલદિલી પૂર્વક સ્વીકારી પ્રગતિ પેનલને અભિનંદન પાઠવ્યા

તા. 07.09.2020: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચુંટણીમાં પ્રગતિ પેનલનો જ્વલંત વિજય થયો છે. આત્મનિર્ભર પેનલનો આ સાથે આ ચુંટણીમાં પરાજય થયો છે. ચુંટણીના પરિણામો આવતા જ આત્મનિર્ભર પેનલના આગેવાન જયેન્દ્રભાઈ તન્ના દ્વારા જીતનારી પેનલને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને હારનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો હતો. નટુભાઇ પટેલની અધ્યક્ષતામાં ચેમ્બર પ્રગતિ કરે તેવી શુભકમના આપી પોતે ચેમ્બરના વિકાસમાં હમેશા સહભાગી બનશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૅમ્બર પ્રમુખ દુર્ગેશભાઈ  બુચ અને તેમની ટિમ દ્વારા COVID 19 ની આ મુશ્કેલ પરિસ્થિતીમાં ચુંટણીના સફળ આયોજન અંગે સૌ કોઈ પ્રભાવિત થયા હતા. ચુંટણી અધિકારી એચ. એસ. પટેલ દ્વારા ચુંટણી અધિકારી તરીકે ઉતમ સેવા આપવામાં આવી હતી. મહાજનની ચુંટણી ખૂબ સકારાત્મક રીતે પાર પડતાં ચેમ્બરની પ્રતિસ્ઠા વધુ  દીપી ઉઠી હોવાનું જાણકારો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!