ગુજરાત ના વેપારીઓ ને શોપ એક્ટ લાઇસન્સ દર વર્ષે રિન્યૂ કરવા માથી મુક્તિ: રાજ્ય સરકાર

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 02.01.2019: ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ની સરકાર દ્વારા વેપારીઓ માટે એક મહત્વ નો નિર્ણય લેવાયો છે. હવેથી શોપ એક્ટ (ગુમાસ્તા ધારા) હેઠળ નોંધાયેલા વેપારીઓ એ દર વર્ષે પોતાનું લાઇસન્સ રિન્યૂ કરાવવા નગર પાલિકા કે મ્યુનિસિપાલિટી ના ધક્કા ખાવાના રહેશે નહીં. “Ease of Doing Business” તરફ આ કદમ ખૂબ મહત્વનો સાબિત થશે. આ અગાઉ પેટ્રોલ પંપ માલિકો ને લાઇસન્સ રિન્યૂવલ માં થી મુક્તિ આપવા માં આવેલ હતી. આ માટે વેપારીઓ એ માત્ર એક વખત ની ફી ચૂકવવા ની રહેશે. આ વન ટાઈમ ફી નીચે મુજબ ની રહેશે.

જે ધંધા માં કર્મચારીઓ 10 થી ઓછા હશે 250/- રૂ. વન ટાઈમ ફી

જે ધંધા માં કર્મચારીઓ 10 કે તે થી વધુ હશે 500/- રૂ વન ટાઈમ ફી.

ગેસ્ટ હાઉસ (રેસિડન્સિયલ હોટેલ) 2500/- રૂ વન ટાઈમ ફી

રેસ્ટોરન્ટ તથા અન્ય ખાધ્ય સામગ્રી ની દુકાન 1000/- રૂ વન ટાઈમ ફી

સિનેમા તથા અન્ય મનોરંજન ની જગ્યાઓ 5000/- રૂ વન ટાઈમ ફી

કોઈ કર્મચારી ના ધરાવતા ધંધાકીય એકમો 250/- રૂ વન ટાઈમ ફી.

સરકાર ની આ વેપારી તરફી અભિગમ બદલ ટેક્સ ટુડે સરકાર નો જાહેર આભાર મને છે. લાઇસન્સ રાજ થી દૂર થવા તથા ખરા અર્થ માં મુક્ત વ્યાપાર તંત્ર બનવા આ પ્રકાર ના ઘણા નિર્ણયો લેવા જરૂરી રહેશે. વધુમાં એ જાણવું જરૂરી છે કે આ માત્ર જાહેરાત છે. આ અંગે જાહેરનામું બહાર પડે ત્યાર બાદ આ નિયમ લાગુ થાય તથા હાલ માં આ વર્ષે તો રિન્યુવલ માટે તથા નવા નિયમ ની ફી ભરવા જવું પડે તેવું અમારું માનવું છે. હર્ષદ ઓઝા-મહેસાણા સાથે લલીત ગણાત્રા, જેતપુર તથા ભવ્ય પોપટ-ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108