ગુજરાત માં પણ લાવવી જોઈએ એમનેસ્ટી સ્કીમ!!!

Spread the love
Reading Time: 1 minute

તા.16.03.19, લલિત ગણાત્રા, ટેક ટુડે રિપોર્ટર, જેતપુર

જુલાઈ 2017 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીએસટી લાગું કરી દેવામાં આવ્યો. જીએસટી લાગું થતા દરેક ટેક્ષ સલાહકારો, વેપારીઓ, એકાઉન્ટટો અને અધિકારીઓ પર કામનું ભારણ વધવા લાગ્યું.

આ જ રીતે એપ્રિલ 2006 માં સેલ્સટેક્ષમાથી વેટ ગુજરાતમાં લાવવામાં આવ્યો ત્યારે પણ વર્કનુ પ્રમાણ દરેક ને વધી ગયું હતું.

તે સમય પર ગુજરાતમાં જુના સેલ્સટેક્ષના બાકી લેણા પર વ્યાજ પેનલ્ટી માફ તે ઉપરાંત સરળ આકારણી જેવી સ્કીમો લાવીને જૂના સેલ્સટેક્ષ ના એશેસમેન્ટ પુરા કરવા માટેની amnesty scheme લાવવામાં આવી હતી. આવી સ્કીમોથી વેપારીઓના રીટર્નની સરળ આકારણી થઈ જતી હોય છે.

હાલમાં જ 01 માર્ચે આપણું પડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ પોતાના રાજ્યના વેપારીઓ માટે આવી જ એક સ્કીમ લાવ્યું છે. જે મુજબ વેટ કાયદા હેઠળના 118731 બાકી આકારણીના કેસો પરત ખેચવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારે આપ્યો છે.

આપણે ગુજરાતમાં હાલ નાણાકીય વર્ષ 2014-15 ની આકારણીઓ ચાલી રહી છે જેની આકારણી પુરી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 19 છે.

આ પછી નાણાકીય વર્ષ 2015-16 કે જેની નોટિસો ગત વર્ષ માર્ચ મા ઇશ્યૂ થયેલ છે, નાણાકીય વર્ષ 2016-17 કે જેની નોટીસો આ વખતે માર્ચ 19 માં ઈશ્યૂ થઈ છે જ્યારે નાણાકીય વર્ષ 2017-18 ના પહેલાં 3 મહીનાની આકારણીની નોટીસો હવે આવતાં માર્ચે 20 પહેલાં ઈશ્યૂ થશે.

આવા બાકી રહેતા દરેક કેસોની સરળ આકારણી યોજના લાવી ને જુના એસેસમેન્ટ પુરા કરવા જોઈએ જેથી વેપારીઓ, એકાઉન્ટટો, સલાહકારો અને અધિકારીઓ બધા વહેલાસર ફ્રી થાય અને જીએસટી માં પુરતું ધ્યાન આપી શકે.

આવી સ્કીમથી દરેક ને ફાયદો થાય એમ હોય આ અંગે યોગ્ય રજૂઆતો કરીને સરકારશ્રી દ્વારા ગુજરાત વેટ એસેસમેન્ટ માં પણ મહારાષ્ટ્ર રાજ્ય ની જેમ એસેસમેન્ટના કેસો પાછા ખેચવાની સ્કીમ જાહેર કરવી જોઈએ.

વેપારીઓ ના બહોળા હિત માટે અને સરકાર માટે પણ વન ટાઈમ સેટલમેન્ટ શક્ય બને તે માટે ટેક્સ ટુડે સરકાર ને ખાસ અપીલ કરે છે કે ખરેખર ઉદાર નીતિ વાળી એમનેસસ્ટી સ્કીમ ગુજરાત માં પણ લાવવા માં આવે 🙏

 

error: Content is protected !!