ગુજરાત રાજયમાં એક જગ્યાએ થી બીજી જગ્યા એ જવા માર્ગદર્શિકા જાહેર…
આ માર્ગદર્શિકાઓ નિયત ધંધાઓ તથા ખેતી માટે જ ઉપયોગી
તા. 05.05.2020: ગુજરાત રાજયમાંજ એક જગ્યાએ થી બીજી જગ્યાએ વ્યક્તિઓએ જવા માટે ની માર્ગદર્શિકા તારીખ 04 મે 2020 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનાઓ મુજબ ગુજરાત રાજયમાં વ્યક્તિઓ ની અવરજવર ને મંજૂરી આપવામાં આવશે.
- આ સૂચનાઓ અન્વયે જે વ્યક્તિ એક જગ્યાએ (એક જીલ્લામાં) છે ત્યાંથી બીજી જગ્યાએ (બીજા જીલ્લામાં) નીચેની પ્રવૃતિઓ બાબતે આ માર્ગદર્શિકા મુજબ પરવાનગીનો ઉપયોગ થશે:
- ભારત સરકાર તરફથી વખતો વખત માન્ય કરાયેલ ધંધા રોજગાર ની પ્રવૃતિઓ માટે ધંધા ના સ્થળ સુધી પહોચવા.
- ખેડૂત ને પોતાની ખેતીના સ્થળે ખેતીના કામકાજ માટે પહોચવા.
- આ સૂચનાઓ થી રેડ ઝોન માં આવવા તથા જવા માટે પરવાનગી આપવામાં આવશે નહીં.
- આ પરવાનગી માત્ર ઓરેન્જ ઝોન તથા ગ્રીન ઝોન માં અવર જવર માટે આપવામાં આવશે.
- આ પરવાનગી ડિજિટલ ગુજરાત (Digital Gujarat) પોર્ટલ ઉપર અરજી કર્યે થી મળી શકશે.
- આ અરજી દ્વારા પરવાનગી સ્થાનિક મામલતદારે આપવાની રહેશે.
- જ્યાં વ્યક્તિએ અરજી કરેલ છે તે જિલ્લા કક્ષાએથી જ્યાં વ્યક્તિ જવાના છે તે બાબતે નો રિપોર્ટ દિવસ માં બે વાર મોકલવાનો રહેશે.
- જે જગ્યાએ થી વ્યકિત જઇ રહ્યો છે તે રાજ્ય ની સીમા ઉપર તે વ્યક્તિની મેડિકલ ચકાસણી કરવાની રહેશે. જો કોરોના ના કોઇ લક્ષણ જણાય તો પરવાનગી રદ કરવાની રહેશે અને તેમને જવા દેવામાં આવશે નહીં.
- આવા વ્યક્તિ જે ગામ અથવા શહેર ની આરોગ્ય માર્ગદર્શિકા પ્રમાણે તે વ્યક્તિ 14 દિવસ ક્વોર્ંટાંઇન રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જે તે ગ્રામ પંચાયત અથવા નાગર પાલિકા ની રહેશે.
- આવા વ્યક્તિ ને 14 દિવસ ક્વોર્ંટાંઇન પિરિયડ દરમ્યાન, સામાન્ય રીતે અન્ય કોઈ જગ્યાએ જવા પરવાનગી આપવામાં નહીં આવે.
- આવા વ્યક્તિએ મુસાફરી દરમ્યાન શોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું રહે છે. આ ઉપરાંત આવા વ્યક્તિઓ એ માસ્ક પહેરવો ફરજિયાત રહે છે.
- સરકારી એજન્સીના કોન્ટ્રાક્ટના કામ અર્થે અથવા મેડિકલ ઈમરજન્સી તથા અન્ય આકસ્મિક કામ માટે આપવામાં આવતી મંજૂરીઓ માટેની અગાઉ જાહેર કરેલ માર્ગદર્શિકાઑ રાબેતા મુજબ ચાલુ રહેશે
આમ, આ માર્ગદર્શિકાઑ દ્વારા પોતે પોતાના ધંધા રોજગાર માટે તથા ખેતી ના મર્યાદિત બાબતો માટે ઉપયોગી બનશે. આ માર્ગદર્શિકા ઓ નું “હેડિંગ” જોતાં જે ઉપયોગિતા જણાતી હતી તે વાંચી ત્યારે એ ઉક્તિ યાદ આવી કે “ખોદા પહાડ નિકલા ચૂહા”. વ્યક્તિ પોતે જ્યાં છે ત્યાંથી અન્ય જીલ્લામાં જાઇ અને તે 14 દિવસ ક્વોર્ંટાંઇન રહેવાનો હોય તો તે ધંધા-રોજગાર કે ખેતી પણ કરી શકવાનો ના હોય તો ત્યાં જવાનો ફાયદો શું રહે તે પણ એક ચર્ચા નો વિષય છે. હા, 14 દિવસ ક્વોર્ંટાંઇન, એ મેડિકલ દ્રસ્ટીએ જરૂરી છે એ બાબત પણ બેમત છે. આમ, હાલ COVID 19 ની વિકટ પરિસ્થિતી નાગરિકો તેમજ સરકાર બન્ને માટે ઊભી થઇ છે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
વલસાડ થી. વાપી આવું હોય તો પરવાનગી લેવાની જરૂર છે? અગર જરૂર હોય તો પરવાનગી કેવી રીતે મેળવવી અને કાયથી મળશે.
દિલીપ પટેલ. વાપી
વાપી એ વલસાડ જીલ્લામાં જ હોય તો અમારા મતે કોઈ પરવાનગી લેવાની ના રહે. હા રેડ ઝોન વચ્ચે આવે તો આવવા-જાવા ની પરવાનગી ના મળે.
Scrap trading mate par mission Mali sake. ???
મારા મતે માલ ની અવરજવર મતે કોઈ પણ પરવાનગી ની જરૂર નથી
Jbrohitassociates 1947@gmail.com
Pls whats app on 9924121700
મારે ભાવનગર થી વલ્ભીપુર જય ને પાછુ આવું છે તો પરવાનગી લેવી પડે eco ગાડી માં ?