ગુજરાત રાજ્ય પણ કેન્દ્ર ના પગલે!! આત્મ નિર્ભર ગુજરાત વ્યાજ સહાય સ્કીમ ની જાહેરાત

Spread the love
Reading Time: 2 minutes

By Bhavya Popat, Editor-Tax Today

તા. 17.05.2020: કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રી નિર્મલા સિથારમણ દ્વારા વિશેષ આર્થિક પેકેજ ની જાહેરાતો છેલ્લા 4 દિવસ થી કરાઇ રહી છે. ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની સાથે આ જાહેરાતોમાં જોડાયું છે. આત્મ નિર્ભર ગુજરાત વ્યાજ સહાય સ્કીમ હેઠળ ના દિશા નિર્દેશ 16 મે 2020 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત અર્બન કો. ઑપ. બેન્ક ફેડરેશન બેન્ક લી. ના ચેરમેન તથા રાજ્યો ના અન્ય અર્બન બેંકોના પ્રતિનિધિઓએ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરવામાં આવેલ હતી. આર્થિક પ્રવૃતિઓ ને વેગવંતી બનાવવા નાના વેપારીઓ, મધ્યમ વર્ગ ની વ્યક્તિઓ, શ્રમિક વર્ગ માટે નવી વ્યાજ સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના નો ઠરાવ ખૂબ સરળ ભાષામાં બહાર પાડવામાં આવ્યો છે. જે વાંચકો માટે આ લેખ માં મુકેલ છે. આ સહાય યોજનાની મુખ્ય બાબતો નીચે મુજબ છે.

 • ગુજરાત રાજ્યની રાજ્ય, જિલ્લા તથા તમામ અર્બન કો. ઑ. બેન્કો તથા રાજ્ય ની નોંધાયેલી ક્રેડિટ કો. ઓપ. સોસાયટી દ્વારા આ લોન આપવામાં આવશે.

 

 • આ યોજના હેઠળ નાના વેપારીઓને , મધ્યમ વર્ગ ના વ્યક્તિઓને, શ્રમિક વર્ગ ને તબક્કાવાર પ્રથમ 25000 રૂ ત્યારબાદ 50000 રૂ ત્યારબાદ75000 રૂ તથા છેલ્લા તબક્કામાં 100000 રૂ સુધીની લોન આપવામાં આવશે.

 

 • આ ધિરાણ ગુજરાતના રહીશ ને મળવા પાત્ર થશે.

 

 • ક્યાં ધંધાઓ-વ્યવસાય ને આ યોજના અંતર્ગત લેવાના રહેશે તેનો નિર્ણય જે તે બેન્કો-ક્રેડિટ સોસાયટીઓ કરી શકશે. આ યોજના નો લાભ 01.01.2020 ના રોજ વ્યવસાયમાં કાર્યરત હોય તેવા લોકો ને આપવામાં આવશે.

 

 • આ યોજના હેઠળ બેન્કો નો મહત્તમ વ્યાજદર વાર્ષિક 8 ટકા નો રહેશે. આ પૈકી 6% વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. જે તે લોન લેનાર વ્યક્તિએ માત્ર 2% વાર્ષિક વ્યાજ ભોગવવાનું રહેશે. આ લોન માટે તારણ ની જરૂર ના હોય બેન્કો કોઈ પણ પ્રકારનો પ્રસેસિંગ ચાર્જ ઉઘરવી શકશે નહીં. નોમિનલ મેમ્બર બનવા માટેની ફી પણ આવા વ્યક્તિઓ પાસેથી લેવાની રહેશે નહીં.

 

 • લોન 3 વર્ષ માટે આપવાની રહેશે. પ્રથમ 6 માસ સુધી હપ્તા ભરવામાં મુક્તિ આપવાની રહેશે.

 

 • આ યોજના માટેની અરજી 21.05.2020 થી 31.08.2020 સુધી કરવાની રહેશે.

 

 • આ લોન ની અરજીઓ નો નિકાલ કો. ઓપ. બેન્ક/ક્રેડિટ સોસાયટીઓ એ ત્વરિત કરવાનો રહેશે. મોડમાં મોડો નિર્ણય 31.10.2020 સુધી કરી 15.11.2020 સુધીમાં લોન ની રકમ લોન માંગનાર ને આપી દેવાની રહેશે.

 

 • આ લોન આપનાર કો. ઓપ. બેન્ક તથા ક્રેડિટ સોસાયટીઓ ને રાજ્ય સરકાર કુલ ધિરાણ ના 2% ઇન્સેંટિવ આપશે.

 

 •  કેન્દ્ર-રાજ્ય સરકાર ના કર્મચારીઓ, અર્ધ સરકારી કર્મચારીઓ, સ્થાનિક સત્તા મંડળ ના કર્મચારીઓ, તેમજ સરકારી બોર્ડ કે નિગમ માં કામ કરતાં કર્મચારીઓ ને આ લાભ મળવા પાત્ર નથી.

 

 • આ યોજના ની નોડલ એજન્સી તરીકે કો.ઓપ. બેન્કો માટે ગુજરાત રાજ્ય સહકારી બેન્ક રહેશે. જ્યારે કો. ક્રેડિટ સોસાયટીઓ માટે સંબંધિત જિલ્લા રજીસ્ટ્રાર નોડેલ એજન્સીનું કામ કરશે.

 

 • આ લોન આપતા સમયે KYC (નો યોર કસ્ટમર) નું યોગ્ય પાલન કરવાનું રહેશે.

 

 • આ લોન માટે જમીંગીરી સ્વરૂપે બેન્કો-ક્રેડિટ સોસાયટીઓ એડવાન્સ ચેક લઈ શકશે તથા જમીનદારો પણ લઈ શકશે.

 

આ યોજના અંગે નો ઠરાવ વાંચકો ના લાભાર્થે આપેલ છે. Atma Nirbhar Scheme

2 thoughts on “ગુજરાત રાજ્ય પણ કેન્દ્ર ના પગલે!! આત્મ નિર્ભર ગુજરાત વ્યાજ સહાય સ્કીમ ની જાહેરાત

 1. This is very good insensitive scheme float by the Gujarat govt for small business enterprises in my opinion tax consultant should take initiative to guide their client’s to avail this opportunity

Comments are closed.

error: Content is protected !!